રાજકોટના સિનેમા ઘરોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ રિલીઝ, સંચાલકોએ ટોકિઝની બહાર બેનર લગાવવાનું ટાળ્યું, છતાં લોકો ફિલ્મ જોવા ઉમટ્યા
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ સિનેમાઘરોના સંચાલકો દ્વારા ફિલ્મનું બેનર લગાવવામાં આવ્યું નથી. આથી ફિલ્મ રિલીઝ વચ્ચે બેનર ન લગાવતા ક્યાંક ડરનો માહોલ પણ હોય તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. તેમ છતાં મોટી સંખ્યામાં આ ફિલ્મ જોવા માટે ઉમટી રહ્યા છે.
અન્ય ફિલ્મોના બેનરો જોવા મળ્યા
રાજકોટની ગેલેક્સી ટોકિઝ સહિત અનેક સિનેમાઘરોમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. પરંતુ બહાર ફિલ્મનું બેનર લગાવવામાં આવ્યું નથી. અન્ય ફિલ્મોના બેનરો જોવા મળી રહ્યા છે. જેમાં ગંગુબાઇ કાઠિયાવાડી, રાધેશ્યામ, બેટમેન ફિલ્મોના મોટા પોસ્ટર સિનેમાઘરો બહાર લગાવવામાં આવ્યા છે. પરંતુ ધ કાશ્મીર ફાઈલ્સનું બેનર લગાવવા સંચાલકોએ ટાળ્યું છે. વિવાદિત ફિલ્મ હોવાને કારણે સંચાલકો બેનર લગાવતા ડરતા હોય તેવી ચર્ચા પણ લોકોમાં ઉઠી છે.
સિનિયર સિટીઝનો પણ ફિલ્મ જોવા ઉમટી પડે છે
ફિલ્મ જોવા માટે આવેલા લોકોએ જણાવ્યું હતું કે, ફિલ્મ રિયાલિટી ઉપર છે. માત્ર યંગસ્ટર્સ નહીં સિનિયર સિટીઝન ઓપન ફિલ્મ જોવા માટે ઉમટી રહ્યા છે. સિનિયર સિટીઝનોએ પણ જણાવ્યું હતું કે, રિયાલિટી પર ફિલ્મ બનાવવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ચર્ચા ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..