જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું: અમે કાશ્મીરી પંડિતોને પાછા લાવત પણ ફિલ્મે બધુ બરબાદ કરી દીધું

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી બતાવી રહી છે કે તેણે આખા દેશમાં એક વર્ગને પોતાની તરફ ખૂબ આકર્ષિત કર્યો છે પરંતુ સમાજનો એક એવો પણ વર્ગ છે જે આ ફિલ્મને પ્રોપેગેન્ડા માની રહ્યો છે અને સત્યથી દૂર બતાવી રહ્યો છે. આ લિસ્ટમાં જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ સામેલ છે. ઓમર અબ્દુલ્લાએ ધ કાશ્મીર ફાઇલ્સને ઘણી બાબતે હકીકતથી દૂર બતાવી દીધી છે.

તેમનું કહેવું છે કે જો આ ફિલ્મ એક ડોક્યૂમેન્ટ્રી હોત તો આપણે સમજી શકતા હતા પરંતુ મેકર્સે પોતે જ કહ્યું છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે પરંતુ હકીકત તો એ છે કે આ ફિલ્મમાં ઘણા ખોટા તથ્ય દેખાડવામાં આવ્યા છે. સૌથી મોટું જુઠ્ઠાણું તો એ છે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે એ સમયે નેશનલ કોન્ફરન્સની સરકાર હતી પરંતુ હકીકત તો એ છે કે ત્યારે વેલીમાં રાજ્યપાલ શાસન હતું. તો કેન્દ્રમાં ત્યારે વી.પી. સિંહની સરકાર હતી અને તેમને ભાજપનું સમર્થન હાંસલ હતું.

પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એ વાત પર ભાર આપ્યો કે એ સમયે કાશ્મીરી પંડિતો સિવાય મુસ્લિમો, સિખોએ પણ પલાયન કર્યું હતું. તેમના પણ મોત થયા હતા. તેઓ માને છે કે કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી જવું દુઃખદ હતું. દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ કોન્ફરન્સ પાર્ટી કાશ્મીરી પંડિતોને પાછા લાવવાની તૈયારી કરી રહી હતી પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે એ પ્લાનને બરબાદ કરી દીધો. ઓમર અબ્દુલ્લાએ ટૂંકમાં કહ્યું કે ફિલ્મના મેકર્સ જ હકીકતમાં કાશ્મીરી પંડિતોની વેલીમાં વાપસી ઇચ્છતા નથી.

આ પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ આ ફિલ્મ વિરુદ્ધ પોતાનું વિરોધ પ્રદર્શન કરાવ્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલે પણ કાશ્મીર ફાઇલ્સને અરધી હકીકત બતાવનારી ફિલ્મ કહી હતી. તો શિવસેનાના નેતા સંજય રાઉતે એક પગલું આગળ વધીને ફિલ્મને એજન્ડા કહી દીધી. હવે આ આરોપો વચ્ચે અમિત માલવિયએ પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ઓમર અબ્દુલ્લાની એ વાતને નકારી દીધી છે કે ફિલ્મમાં બધુ ખોટું દેખાડવામાં આવ્યું છે. કેટલીક ટ્વીટ કરીને તેમણે એ સમયની કેટલીક ઘટનાઓ પર પ્રકાશ નાખવાનું કામ કર્યું છે.

અમિત માલવીય લખે છે કે ઇન્દિરા ગાંધીએ વર્ષ 1984મા જગામોહનને જમ્મુ-કશ્મીરના રાજ્યપાલ તરીકે નિમણૂક કર્યા હતા. તો 1989મા પોતાનું રાજીનામું આપવા પહેલા રાજીવ ગાંધીને ચેતવણી આપી હતી કે વેલીમાં ઈસ્લામિક વાદળો મંડરાઈ રહ્યા હતા. ત્યારબાદ રાજીવ ગાંધીએ જગામોહનને લોકસભાની ટિકિટ આપી હતી પરંતુ તેમણે એ લેવાની ના પાડી દીધી હતી. જ્યારે 18 જાન્યુઆરી 1990ના રોજ ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું હતું ત્યારે 22 જાન્યુઆરીના રોજ જગામોહન ફરી વેલી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં જિહાદીઓએ સંપૂર્ણ કબજો કરી લીધો હતો.

મસ્જિદોમાંથી જાહેરાત થઈ રહી હતી કે કાશ્મીરી પંડિત અથવા તો ધર્મ પરિવર્તન કરી લે કે છોડી દે કે મરી જાય પરંતુ કાયરોની જેમ ફારુકે હિન્દુઓને છેતર્યા. આમ આ ફિલ્મના વખાણ અને નિંદા બંને થઈ રહી છે પરંતુ મુદ્દો એટલો સંવેદનશીલ છે એવામાં મેકર્સની સુરક્ષા પોતાની જાતમાં એક મોટો પડકાર બની ગયો છે. કેટલાક કારણોસર કેન્દ્રએ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. Y કેટેગરીની સુરક્ષામાં કુલ 8 પોલીસકર્મી વ્યક્તિની સુરક્ષા માટે ફરજ બજાવે છે. તેમાં જે VVIPને સુરક્ષા આપવામાં આવે છે તેમાં 5 આર્મ્ડ ગાર્ડ તેના ઘરે ફરજ પર મૂકવામાં આવે છે. સાથે જ 3 શિફ્ટમાં 3 POS સુરક્ષા પ્રદાન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો