રાજકોટમાં અનોખો કિસ્સો સામે આવ્યો: પત્નીના ત્રાસથી કંટાળી ઘરને બદલે જેલમાં રહેવા માટે પતિએ પોલીસ ચોકીને આગ ચાંપી

સામાન્ય રીતે પતિના ત્રાસથી કંટાળી પત્ની પોલીસમાં ફરિયાદ કરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. પરંતુ પત્નીના ત્રાસથી કંટાળી પતિઓ ફરિયાદ કરતા હોય તેવા કિસ્સાઓ જૂજ બનતા હોય છે. આજે એવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રોજના કજીયા કરતા જેલમાં કમ સે કમ શાંતિ તો મળશે તે હેતુથી પત્નીના ત્રાસથી કંટાળી યુવાને ઘરને બદલે જેલમાં રહેવા પોલીસ ચોકીને આગ ચાંપી હતી. જેલમાં લાંબો સમય રહેવાની જીદ સાથે બજરંગવાડી ચોકી પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતા ગાંધીગ્રામ પોલીસે સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડવા સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર બજરંગવાડી પોલીસ ચોકી પર પેટ્રોલ છાંટી શખસે કાંડી ચાંપી દીધી હતી. પોલીસ ચોકીમા આગ લાગતા આસપાસના વેપારીઓ દોડી આવી પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવને પગલે નાસભાગ મચી જતા પોલીસે આગ ચાંપનાર શખસને ઘટનાસ્થળેથી જ ઝડપી લઈ પૂછતાછ કરતા તે બજરંગવાડી પાસે રાજીવનગરમાં રહેતો દેવજી આલાભાઈ ચાવડા (ઉ.વ.26) હોવાનું અને મજુરી કામ કરતો હોવાનું જણાવતા પોલીસે તેની સામે સરકારી મિલ્કતમાં નુકસાન પહોંચાડવા સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં દેવજી ઉર્ફે દેવાને કેટલાક સમયથી ઘર કંકાશ ચાલતો હોય અને કામ મળતુ ન હોય આર્થિક ભીંસથી કંટાળી જઈ લાંબો સમય જેલમાં રહેવુ હોય જેથી પોલીસ ચોકીને આગ લગાડી હોવાનું રટણ કરતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો