#IAmNewIndia ના કન્સેપ્ટને શોભાવી રહી છે આ પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નવી પ્રગતિની દિશામાં લઈ જવા માટે સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાન શરૂ કર્યા છે જેના થકી તેઓ વિઝન #IAmNewIndiaને સાકાર કરવા માગે છે અને આ વિઝન સાકાર થઈ શકે છે ઇનોવેશનથી.

ઇનોવેશન એટલે સ્થાપિત પ્રણાલિકાઓમાં નવીનતા લાવવી. આજનો યુગ સતત ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે. દરેક કાર્ય અને ક્ષેત્રમાં નવીનતા કઈ રીતે લાવવી? નવીનતા થકી કાર્ય વધુ સારી રીતે અને સહેલાઈથી કઈ રીતે કરવું? એ અંગે વિચાર કરવો જરૂરી છે. નવીનતાનો સૌથી મોટો લાભ એ છે કે જ્યારે તમે કોઈપણ કાર્યમાં નવીનતા નામનું વિશેષણ જોડો છો ત્યારે એ કાર્ય શીખવાની ધગશ અને ઉત્સાહ વધી જાય છે.

આવી જ એક સંસ્થા છે ‘SUNITA’S MAKERSPACE’ જે ગજેરા ટ્રસ્ટની એક એવી પહેલ છે જ્યાં પોઝિટિવ લર્નિંગ એટમોસ્ફિયર અને નવું શીખવા માટેનો અવકાશ આપવામાં આવે છે. અહીં તમારી સ્કીલને વિકસાવવામાં આવે છે. આ સંસ્થા એવું પ્લેટફોર્મ પૂરું પડે છે જ્યાં શીખવા માટે ધગશને વધુ અને વયને ઓછું પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યાં તમે તમારી હોબીના આધારે વધુ સારી રીતે સ્વયંને કઈ રીતે શિક્ષિત કરીને સહભાગી શિક્ષણમાં સારું પ્રદર્શન કઈ રીતે કરવું અને ‘ઓલ્ડ-ફેશન’ સ્કીલ્સને આધુનિકતા સાથે શીખીને કઈ રીતે ઉપયોગી બનાવવી તેના પર ધ્યાન આપવામાં આવે છે. જ્યાં યુવા વર્ગ કોલેબરેશન થકી વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકે છે અને પોતાનો અનુભવ વ્યક્ત પણ કરી શકે છે.

જાણીતા એવા ગજેરા ટ્રસ્ટ હેઠળ ‘SUNITA’S MAKERSPACE’ નામની સંસ્થા કાર્યરત છે જેમાં ઉપરોક્ત દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. અહીં આફ્ટર ક્લાસ અરેન્જ કરવામાં આવે છે અને આ કલાસમાં STEAM એટલે કે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ અને ગણિત અંગેનું શિક્ષણ આપવામાં આવે છે.

આ બીડુ ઝડપવા પાછળનું કારણ કોલોબ્રેટિવ, અફોર્ડેબલ અને ઇન્સ્પિરેશનલ એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ તૈયાર કરવું અને એજ્યુકેશન અંગે એક નવો દ્રષ્ટિકોણ લોકો સમક્ષ રજૂ કરી, દરેક વયના વ્યક્તિ સુધી આધુનિક અને કુશળતાલક્ષી પદ્ધતિનું એક ઉદાહરણ સ્થાપિત કરવું.

ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી કિંજલ ગજેરાનું માનવું છે કે ‘SUNITA’S MAKERSPACE’ થકી એક એવું પ્લેટફોર્મ તૈયાર થયું છે જ્યાં વ્યક્તિ તેમની ક્રિએટિવિટી થકી લાભ મેળવી શકશે અને કાર્યલક્ષી પ્રોગ્રામમાં જોડાઈ શકશે. અમે હંમેશાં પ્રયત્ન કરીએ છીએ કે અમારા ટ્રસ્ટ હેઠળ એવા કાર્ય થતા રહે કે જેની સામાજિક અસર થકી દરેક વ્યક્તિ વિકાસ તરફ આગળ વધવામાં સક્ષમ થાય.

આ માધ્યમ થકી ગજેરા ટ્રસ્ટે ખૂબ જ સરસ પહેલ કરી છે, જે #IAmNewIndiaના કન્સેપ્ટને શોભાવી રહી છે. આ કન્સેપ્ટ બાળકના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરથી મળેલા રિવ્યૂના આધારે એવું કહીં શકાય કે આ ક્રિએટિવ વિઝન થકી આવનાર પેઢીને જરૂરથી લાભ થશે. અહીં દરેક બાળકને સ્કોલર બનવાની સાથે સારા વ્યક્તિ બનવાની તાલીમ પણ આપવામાં આવે છે, જે એક આવકારદાયક પ્રયાસ છે.

SUNITA’S MAKERSPACEની વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલી લિંક વિઝિટ કરો.

http://sm.gajeratrust.org/

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો