દારૂ ઢીંચીને આવેલા વરરાજા સાથે કન્યાએ ફેરા ફરવાની ના પાડતા લગ્ન મંડપમાં બઘડાટી બોલી, આખી રાત જાનૈયાઓને રૂમમાં પુરી દીધા, દહેજ ના પૈસા પાછા આપ્યા ત્યારે છૂટા થયાં

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વરરાજો દારૂ ઢીંચીને આવ્યો તો, દુલ્હને લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી. ગુરૂવારે આખી રાત જાનૈયાઓને એક રૂમમાં પુરી રાખ્યા હતા. હકીકતમાં દારૂના નશામાં વરમાળાના સમયે દુલ્હન સાથે અભદ્રતા પણ કરી હતી. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. પછી શું દુલ્હને લગ્ન કરવાની જ ના પાડી દીધી. દુલ્હન પક્ષે જાનૈયાઓને આખો દિવસ-રાત ભૂખ્યા તરસ્યા રાખ્યા. સવારે જ્યારે તેની જાણકારી અલીગઢના પૂર્વ મેયરને થઈ તો તેમણે પલીસ અધિકારીઓેને ફોન કરી જાનૈયાઓને છોડાવ્યા હતા. આ ઘટના ક્વાર્સીના કેશવ વાટિકાની છે.

પોલીસના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર સિંહની દિકરી ચાંદનીની લગ્ન જિલ્લા રામપુરના મિલકરાજપુર નિવાસી રમેશ બાબૂના દિકરા રૂપેન્દ્ર કુમાર સાથે નક્કી કર્યા હતા. ગુરૂવાર રાતે મુરાદાબાદથી જાન આવી અને જાનૈયા મન મુકીને નાચી રહ્યા હતા. કન્યા પક્ષનું કહેવું છે કે, વરરાજાએ દારૂ પીધેલો હતો અને તેણે ફેરા પહેલા દુલ્હન સાથે અભદ્રતા કરી હતી. વરમાળાના સમયે પહેલા વરરાજાએ દુલ્હનને ધક્કો માર્યો અને પછી વરમાળા તોડીને ફેંકી દીધી હતી. બાદમાં વરરાજાએ ભૂંડી ગાળો બોલવાનું પણ ચાલું કર્યું.પછી તો શું બંને પક્ષ વચ્ચે બઘડાટી બોલી. ગુસ્સે થયેલી દુલ્હને આખી જાનને બંધક બનાવી લીધી, કોઈ ખાવાનું તો શું પાણી પણ ન આપ્યું.

ફોર વ્હીલ ગાડીની ડિમાન્ડ કરી હતી
દુલ્હન ચાંદનીએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતાએ તેની આર્થિક સ્થિતી અનુસાર દહેજ આપ્યો હતો. પણ જાન આવ્યા બાદ વરમાળાના સમયે વરરાજાએ ફોર વ્હીલ ગાડીની માગ કરી હતી. તેણે દારૂ પીધેલો હતો. અને મારપીટ કરવા લાગ્યો. તેણે તો ત્યાં સુધી પણ કહ્યું કે, જો ગાડી નહીં આપો તો દુલ્હનને જાનથી મારી નાખીશું. ત્યાર બાદ હોબાળો શરૂ થઈ ગયો અને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી.

6 લાખ પાછા આપ્યા ત્યારે સમાધાન થયું
આખી રાત બંધક રહ્યા બાદ વર પક્ષે તેની જાણકારી અલીગઢના પૂર્વ મેયર શકુંતલા ભારતીને આપી. જે બાદ તેમણે એસપીને ફોન કરી ફરિયાદ જણાવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જાનૈયાઓને છોડાવ્યા. પોલીસની હાજરીમાં બંને પક્ષે બેસીને વાત આગળ ચલાવી. દહેજના 6 લાખ રૂપિયા પાછા આપવાની વાત પર સમાધાન થયું. પછી જાનૈયા લુતાલમણે પાછા ગયા. જો કે, વરરાજો અને તેનો પરિવાર હજૂ પણ અલીગઢમાં જ રોકાયેલા છે.

પોલીસ આવ્યા બાદ બંને પક્ષમાં બેસીને વાતચીત તો શરૂ થઈ, જેમાં કન્યા પક્ષે કહ્યું કે, દારૂડિયા છોકરા સાથે અમારી દિકરીને પરણાવીશું નહીં. તેમણે તેમનો બધો સામાન પાછો માગ્યો. ત્યાર બાદ નક્કી થયું કે, તેમને 6 લાખ રૂપિયા પાછા આપવામાં આવશે. પૈસા લેવા માટે એક વ્યક્તિને મુરાદાબાદ રવાના કરવામાં આવ્યો. બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં પોલીસે જાનૈયાઓને રવાના કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો