ગુજરાતનું એવું ગામ જેના વખાણ ખુદ વડાપ્રધાન કરે છે, ગામનાં વિકાસને જોવા માટે આવે છે દેશના મહાનુભાવો, જાણો વિગતે

જોજો ચોકી ન જતા વાત પણ એવીજ છે જે ગામનાં વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યાં છે. જે ગામનાં વિકાસને પોતાની સગી આંખે જોવા અનેક મહાનુભાવો આવી ચૂક્યાં છે. તે છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનાં થામણા ગામ. ગામે વિકાસનાં માર્ગે ચાલવાનું આઝાદી પહેલાથી જ શરૂ કરી દીધું છે જેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબે આ ગામને સ્વચ્છતા એવોર્ડથી પણ સન્માનિત કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જીહા દેશમાં વર્ષ 2002માં ‘થામણા’ ગામે સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. સરકારે જે વિચારે છે તે પહેલા તેનું અમલીકરણ અહીં થઈ જાય છે. જેનું જીવતું ઉદાહરણ સ્વચ્છતા અભિયાન છે. વર્ષ 2002માં દરેક ઘરે શૌચાલયની સુવિધા આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઘરે-ઘરેથી ગારબેજ એકત્રિત કરવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી હતી. આ ગામને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2001થી આરો પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. વર્તમાન સમયે થામણા ગામમાં દરેક પ્રકારની સુખ-સુવિધાથી સંપન્ન છે. ગામમાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી.

થામણા ગામે જન્મેલા અને ભણેલા સરપંચ ચંદ્રકાન્તભાઈ પટેલે થામણા ગામની ધૂરા સંભાળી તે પહેલા વિદેશમાં રહેતા હતાં. તે વર્ષ 1995માં વિદેશથી વતન માટે કાયમી પરત ફર્યાં હતાં. ભુતકાળ વાગોળતા ચંદ્રકાન્તભાઈ કહે છે કે, થામણા ગામનો વિકાસ આઝાદી પહેલાથી જ શરૂ થઈ ગયો હતો. આઝાદી પહેલા ગામમાં શાળા, હોસ્પિટલ અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ હતી. જ્યારે હું વતન પરત ફર્યો ત્યારે મેં જોયું કે ગામમાં ગંદકીએ માઝા મુકી છે. તે વખતે મને વતન માટે કામ કરવાની દિશા મળી. તેમનું કહેવું છે કે ગામને વિકસિત કરવું હશે તો પ્રજાને લાચાર નહીં મજબૂત બનાવી પડશે. તમે સારું કામ કરશો તો લોકોનો સહકાર મળશે. થામણા ગામનાં આ સરપંચને ચૂંટણી લડવામાં કોઈ રસ નથી. તેમની કોઈ અપેક્ષા નથી. તે માને છેકે વતન માટે કામ કરવાની બીજાને પણ તક મળવી જોઈએ. જે માટે ખુરશી ખાલી થતી રહેવી જોઈએ. ચંદ્રકાન્તભાઈ કહે છે કે મને ચૂંટણી લડવામાં કોઈ રસ નથી. હું જેટલી વખત સરપંચ બન્યો છું તે દરેક વખતે સર્વાનુંમતે બન્યો છું.

જીહા તેઓ સરપંચ બન્યા બાદ વિદેશની જેમજ કોઈ પણ ગામમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી હોવી જોઈએ. ગંદકી ફેલાવે તેને દંડ થવો જોઈએ. પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ. વિશ્વનાં અમુક દેશોમાં પ્લાસ્ટીક પર બેન છે તો અહીં કેમ નહીં? જેથી આજે પણ થામણા ગામના રસ્તા પણ એકપણ કાગળ કે પ્લાસ્ટિકનો કચરો જોવા નથી મળતો તેવો કડક અમલ આજે પણ થામણા ગામે આજે પણ છે.

આપણા દેશમાં અનેક શહેરો જોયા હશે ત્યાં ઠેરઠેર ગંદકીના ઢેર જોવા મળતા હશે પણ થામણા ગામની વાત કંઈક લોકોમાં શિસ્ત આવે તે જરૂરી છે. લોકો કચરો ગમે ત્યાં ન નાંખે તે માટે થામણા ગામે વર્ષ 2002માં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જેની અસરથી લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયા અને લોકોમાં શિસ્ત લાવામાં સફળ રહ્યાં. જેની અસરથી તમને થામણા ગામનાં કોઈ પણ ખૂણે ગંદકી જોવા મળશે નહીં.

થામણા ગામે અમીર પરિવારો રહે છે તેમ નથી. અમુક ગરીબ પરિવારો પણ વસે છે. જેને ધ્યાને રાખી અહીં શરૂ થયેલી ઈંગ્લીશ મીડીયમ શાળામાં ગરીબ વિધાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીને હેલ્થ ઈન્સ્યોરન્સથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. સરપંચ ગામને ઈચ્છે તે દિશામાં લઈ જાય. અમારા પ્રસંગો વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બીજી જ્ઞાતિ સમુદાય તરફથી પુરતો સહયોગ મળે છે. દરેકે દરેક સુવિધા અમારા વિસ્તાર સુધી આવે છે. ક્યારેય ભેદભાવ થયો હોય તેવું જણાયું નથી. ગામનાં છેવાડે દરેક સુવિધા મળે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી પેદા થાય તો તેનો નિકાલ સત્વરે કરવામાં આવે છે. અમે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરીએ તેનો ઉકેલ ત્રણ-ચાર દિવસમાં આવી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો