જમ્મુ કશ્મીરઃ કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, એક DSP શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા, ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે.

અમન ઠાકુર સિવાય તેમના બોડીગાર્ડ પણ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. જ્યારે એક મેજર અને એક જવાન પણ ઇજાગ્રસ્ત થઇ ગયા છે. જોકે ઓપરેશન શરૂ છે.

સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે તૂરીગામમાં ખૂફિયા ઇનપુટ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળને સૂચના મળી હતી કે 2થી 3 આતંકી આ વિસ્તારમાં છૂપાયેલા છે. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અથડામણ થયું તે વિસ્તારને આર્મી દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે, હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 22 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના સાથે અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હતો.

જણાવી દઇએ કે, પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદથી જ સેનાએ ઘાટીમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કરી દીધું છે. હાલમાં જ સેનાને મોટી સફળતા મેળવતા જૈશ એ મોહમ્મદના આતંકાવાદી ગાઝી રશિદ ઉર્ફ કામરાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જૈશ આતંકવાદી ગાઝી 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.

ગાઝી સિવાય એક લોકલ જૈશ એ મોહમ્મદ આતંકવાદી હિલાલે પણ સેનાએ ઠાર માર્યો હતો. જોકે, આ અથડામણમાં સેનાના 4 જવાન શહીદ થઇ ગયા હતા.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો