અમદાવાદના આ વિસ્તારમાં અસામજિક તત્વોનો આતંક, 40થી વધુ વાહનમાં કરી તોડફોડ, 4ને માર માર્યો, ATMમાં પણ તોડફોડ કરી

રાજ્યમાં અસામાજિક તત્ત્વોના મનમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. અવાર નવાર લૂંટ, મારામારી અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદના નિર્ણય નગરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ સામે આવ્યો છે. નિર્ણય નગર વિસ્તરમાં રાત્રીના સમયે અસમાજિક તત્ત્વોએ તલવાર જેવા હથિયાર સાથે આવીને વાહનોમાં તોડફોડ કરી હતી. અસામાજિક તત્ત્વોના આંતકના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. અસામાજિક તત્ત્વોએ પાર્ક કરેલા વાહનો જ નહીં પણ સાથે-સાથે ATMમાં પણ તોડફોડ કરી છે. તો આ ઇસમોએ લોકોને માર માર્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, 20 જેટલા અસામાજિક તત્ત્વો બાઈક પર લાકડી, હોકી અને તલવાર જેવા હથિયાર લઇને આવ્યા હતા.

આ ઇસમોએ કેટલાક લોકોને માર માર્યો હતો અને વાહનોમાં પણ નુકસાન કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. અમદાવાદના નિર્ણય નગરમાં અસામાજિક તત્ત્વોના ત્રાસના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને અસામાજિક તત્ત્વોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં રોહિત ઠાકોર નામના ઇસમે તેની ટોળકી સાથે આ અંતક મચાવ્યો હોવાનું પણ પોલીસ કહી રહી છે.

આ બાબતે એક સ્થાનિક વ્યક્તિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં 4 લોકોને ઈજા આથી છે. તેમાંથી 2 લોકો દવાખાના સારવાર લઇ રહ્યા છે. એક વ્યક્તિ તેના ઘરે છે. આ ઇસમોએ તે વ્યક્તિનો પગ તોડી નાંખ્યો છે. તો એક વ્યક્તિને હાથ અને પગ પર ધોકા મારીને પગ પર છરો માર્યો છે. આ લોકોએ વાહનોમાં પણ તોડફોડ કરી છે.

આધેડ વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટું થઇ રહ્યું છે. આ બાબતે પોલીસ તંત્ર જ નિષ્ફળ ગયું છે. આ આજનું નથી પણ રોજ રાત્રે અલગ-અલગ જગ્યા પર થાય છે. આની અંદર પોલીસ તંત્ર નિષ્ફળ છે. અહિયાં લોકોને રહેવા માટેની ખૂબ મોટી તફ્લીફ છે. નિર્ણય નગર એક અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. આની અંદર જ એક જ વસ્તુ છે તંત્ર નિષ્ફળ ગયું છે.

આ ઘટના બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI એ.જે. જાદવે જણાવ્યું હતું કે, ગઈ કાલે રાત્રે નંદનવન સોસાયટી ખાતે રોહિત ઠાકોર અને તેના બીજા 8થી 10 મિત્રોએ અહિયાં રહેતા ગોવિંદ વર્મા નામના વ્યક્તિને ચપ્પુના ઘા મારીને અને તેની પાસેથી 20 હજાર રૂપિયા લૂંટીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત 40 ગાડી પર નુકસાન કરીને તેઓ ભાગી ગયા છે. આ બાબતે આગળની તપાસ ચાલી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો