માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: કિશોરે મોબાઈલમાં ગેમ રમવાની લ્હાયમાં પિતાનું એકાઉન્ટ ખાલી કરી નાખ્યું, એટલું જ નહીં તિજોરીમાં રહેલા રૂપિયાની પણ ચોરી કરી
અમદાવાદઃ જે માતા-પિતા પોતાના બાળકોને મોબાઈલ ફોન આપી રહ્યા છે તેઓ માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એક કિશોરે તેના પિતાના મોબાઈલમાં ગેમ રમવાની લ્હાયમાં પેટીએમ મારફતે કેટલાંક રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એટલું જ નહીં તિજોરીમાં રહેલા કેટલાંક રૂપિયાની ચોરી કરીને મિત્રને આપ્યા હતા. જેનો ઉપયોગ ફ્રી ફાયર ગેમ રમવા માટે કર્યો હતો. જ્યારે પિતાને પેટીએમ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો તો બેલેન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પિતાએ પિતાએ તેમના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફરિયાદનો મોબાઈલ તેમના બંને દિકરા ગેમ રમવા માટે ઉપયોગ કરતા હતા. ગેમ રમતી વખતે પુત્રએ પિતાના પેટીએમ એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પિતાને શંકા જતા બંને દીકરાની કડક પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે, તેઓ તેમના ચાર મિત્રો સાથે મળીને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા. એ દરમિયાન તેમના પુત્રએ પિતાના મોબાઈલમાંથી પેટીએમ મારફતે મિત્રોને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પિતાને આ વાતની જાણ ન થાય એ માટે તેણે મોબાઈલમાંથી મેસેજ પણ ડીલીટ કરી નાખ્યો હતો.
આ વાત અહીંથી જ અટકતી નથી. પિતાએ તેમના 12 લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા. ઘરના ફર્નિચર અને રિનોવેશન માટે આ રકમની ચૂકવણી કરવાની હતી. જ્યારે પિતાએ આ રૂપિયા ગણ્યા તો તેમાં બે લાખ રૂપિયા ઓછા નીકળ્યા હતા. પિતાએ જ્યારે બંને દીકરાની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જ્યારે તેમની પત્ની ઘરે નહોતી ત્યારે દીકરાએ તિજોરીનું લોક ખોલીને તેમાંથી રૂપિયા લઈને મિત્રોને આપ્યા હતા. તો કેટલાંક રૂપિયા ફ્રી ફાયર ગેમ રમવા પાછળ ખર્ચ્યા હતા. આખરે પિતાએ આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેમના દીકરા અને મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..