સુરતની ચોંકાવનારી ઘટના: ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની હત્યા કરી

નવ યુવાનોમાં મોબાઇલ જાણે એક લત (Mobile addiction) બની ગયો હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલમાં ગેમ (Mobile game) રમવા બાબતે પુત્રને ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની હત્યા (Teenage son killed father) કરી નાખી હતી. પિતાની હત્યા કર્યા બાદ સગીરે પિતાનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ (Post mortem report)માં સગીરનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા સગીર પુત્રની અટકાયત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સગીર પુત્રએ જ પોતાના પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ હત્યા માત્ર એક મોબાઈલને કારણે કરવામાં આવી છે. શરુઆતમાં આ હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાનો પ્રયાસ થયો હતો પરંતુ પોલીસ તપાસ દરમિયાન સાચી હકીકત સામે આવી છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો 40 વર્ષીય અર્જુન સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન છ દિવસ પહેલાં બાથસ્મમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના 17 વષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. નવી સિવિલ હોસ્પિટલે આ મામલે ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી. પોલીસને આ કેસ શંકાસ્પદ લાગ્યો હતો. જેથી ઉપરથી અધિકારીને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. 40 વર્ષીય શખ્સની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. જોકે, યુવકની હત્યાનું કારણ તેનાથી વધુ ચોકનાવનારું હતું. આ યુવાનની હત્યા તેના જ 17 વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેને લઇને ઝઘડો થતાં સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી.

મંગળવારે સાંજે પિતા સાથે મોબાઇલ ફોનમાં ગેમ રમવાની બાબતે ઝઘડો થતાં પુત્રએ પિતાનું ગળું દબાવી દીધું હતું. જે બાદમાં માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જોકે, પતિની હત્યા પુત્રએ કરી હોવાનું બહાર આવતાં માતા પોતે ફરિયાદી બની હતી. પોસ્ટ મોર્ટમમાં હત્યાનો ખુલાસો થતાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપી સગીર હોઇ તેને ડિટેઇન કર્યો હતો. આ ઘટનાએ વધુ એક વખત સગીરોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિકશન અંગે પ્રકાશ પાડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો