PUBGના રવાડે ચઢેલા છોકરાએ મમ્મીનાં અકાઉન્ટમાંથી રુ. 10 લાખ ઉડાવી માર્યા, પોતાની ભૂલનો અહેસાસ થતાં ઘર છોડીને ભાગી ગયો
આખો દિવસ મોબાઈલમાં જ લાગેલા રહેતા બાળકો ક્યારેક પોતાની સાથે મા-બાપને પણ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા જ એક કિસ્સામાં પબ્જીના રવાડે ચઢેલા 16 વર્ષના એક છોકરાએ ગેમ રમવા પાછળ મમ્મીના બેંક અકાઉન્ટમાંથી 10 લાખ રુપિયા ઉડાવી માર્યા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે તેને પોતાની આ ભૂલનો અહેસાસ થયો ત્યારે પોતે કઈ રીતે માતાપિતાનો સામનો કરશે તે વિચારથી જ ડર લાગતા આખરે આ છોકરો એક ચિઠ્ઠી લખીને ઘર છોડીને નીકળી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મુંબઈની આ ઘટનામાં એકનો એક દીકરો ઘર છોડીને નીકળી ગયો છે તેવી જાણ થતાં જ તેનાં માતાપિતા ચિંતામાં મૂકાઈ ગયાં હતાં. તેમણે જરાય મોડું કર્યા વિના તુરંત જ MIDC પોલીસ સ્ટેશનમાં છોકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને શોધવાની કાર્યવાહી શરુ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે ગુમ થયેલો છોકરો અંધેરી ઈસ્ટના મહાકાલી એરિયામાં હોવાનું જાણી લીધું હતું.
છોકરાને સહીસલામત રેસ્ક્યુ કરીને પોલીસે તેની કસ્ટડી તેના માતાપિતાને સોંપી દીધી હતી. જોકે, આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી પોલીસે પણ છોકરાને વધારે સવાલ પૂછવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં, તેને ઘરે લઈ જઈ રહેલા માતાપિતાને પણ સલાહ આપી હતી કે તેઓ પણ છોકરા સાથે પ્રેમપૂર્વક વર્તે અને તેને નાહકનો તણાવ ના આપે.
મુંબઈમાં રહેતા આ મિડલ ક્લાસ પરિવારને ભલે 10 લાખ રુપિયા ગુમાવવા પડ્યા, પરંતુ તેમને પોતાનો દીકરો પરત મળી ગયાની ખુશી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે મોબાઈલના રવાડે ચઢેલા છોકરા-છોકરીઓ ઘણીવાર મોટી ભૂલ કરી બેસતા હોય છે, અને કેટલીકવાર તો તેઓ તેના પસ્તાવારુપે ના કરવાનું કરી બેસતા હોય છે. આવી સ્થિને નિવારવા માટે માતાપિતાએ પોતાના સંતાનની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખવી જોઈએ, કારણકે આ ઉંમરના બાળકો સરળતાથી ઓનલાઈન ફ્રોડના શિકાર બની જતાં હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..