સુરેન્દ્રનગરમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો: લંપટ શિક્ષક છોકરીને ભગાડી ગયો, ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં કોઈ કાર્યવાહી નહીં
થોડા સમય પહેલા ચોટિલામાં લંપટ શિક્ષક વિદ્યાર્થીને ભગાડી ગયો હતો. જે ઘટનાની હજી સુધી સ્યાહી પણ સુકાઈ નથી. ત્યાં જ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન કલ્સાસિસમાં ટ્યૂશમાં લેવા જતી 17 વર્ષની વિદ્યાર્થીનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના અંગે કરેલી પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થતાં છોકરીના માતા-પિતા ન્યાય માટે રઝળી રહ્યા છે. માતાએ રડતાં-રડતાં પુત્રીને શોધી લાવવા માટે પોલીસને આજીજી કરી હતી કે, મારી 17 વર્ષની દીકરીને ટ્યૂશન ક્લાસિસ ચલાવતો શિક્ષણ ભગાડીને લઈ ગયો છે. એ હવે જીવે કે મરી ગઈ છે એની પણ ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દીકરીને ભગાડી ગયો છે. હજી સુધી એની કોઈ ભાળ મળી નથી.
માતાએ વધુમાં કહ્યું કે, હું બધાને પગે લાગીને વિનંતી કરું છું કે, મારી દીકરીને મારી પાસે હાજર કરો. લાચાર માતા-પિતા ન્યાય માટે રડી રરહ્યા છે. ન્યાય માટે રઝળપાટ કરતા દીકરીના માતા-પિતાએ પોલીસ કામગીરી ન કરતી હોવાના પણ આક્ષેપ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટિલા બાદ હવે સુરેન્દ્રનગરમાં શિક્ષણને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..