ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત પર શિક્ષિકાએ ‘આપણે જીતી ગયા’ એવું વ્હોટ્સએપ સ્ટેટસ મુકતા સ્કૂલે નોકરીમાંથી કાઢી મૂકી

રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતી નફીસા અટારી નામની શિક્ષિકાને રવિવારે ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાબતે જશ્ન મનાવ્યા બાદ તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી છે. શિક્ષિકા નફિસા અટારી રાજસ્થાનના ઉદયપુરમાં નીરજા મોદી સ્કૂલમાં નોકરી કરતી હતી. તેણે પાકિસ્તાન સામે ભારતની હાર બાબતે ખુશી વ્યક્ત કરતાં વ્હોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વ્હોટ્સએપ પર સ્ટેટસ મૂકીને મનાવ્યો જશ્ન
રવિવારે ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની હાર બાદ ઉદયપુરની એક સ્કૂલની શિક્ષિકાએ ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, એક ખાનગી સ્કૂલના ટીચરે પાકિસ્તાને મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓના ફોટા સાથે વ્હોટ્સએપ પર ‘we – won’ અને ‘આપણે જીતી ગયા’ જેવું સ્ટેટસ પણ અપલોડ કર્યું હતું.

શાળા-સંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં
નફીસાએ વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની તસવીર સાથે ‘વી વોન’નો ઉલ્લેખ કરતાં ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે એક વ્યક્તિએ શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો, ત્યારે નફીસાએ હા કહેતા જવાબ આપ્યો હતો. વ્હોટ્સએપ પર શિક્ષિકાના સ્ટેટસનો સ્ક્રીન શૉટ વાઇરલ થયા બાદ, શાળા-સંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં હતાં.

જણાવી કે ગયા રવિવારે ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે કારમો પરાજય થયો હતો. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું . આ પાક. ટીમની કોઈપણ વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ જીત હતી. પાક ટીમે 13 બોલ રહેતા વિજય મેળવી લીધો હતો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરતાં ટીમને જીત અપાવી હતી. રિઝવાન 55 બોલમાં 79 રન અને બાબરે 52 બોલમાં 68 રન બનાવી અણનમ રહ્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે સેટ વિકેટ પર 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 17.5 ઓવરમાં 152 રન બનાવીને ભારત સામે જીત મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો