આને કહેવાય સાચા ગુરૂ- પાટણના શિક્ષકે નિવૃત્તિ સમયે 27 બાળકોને દત્તક લઈને ઉતમ સંદેશો આપ્યો

અકસ્માતમાં દીકરાનું મોત નિપજાવનારને કોર્ટમાં બક્ષી દેનારા પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ – 1 ના 27 બાળકોને આઠમા ધોરણ સુધી સ્વખર્ચે ભણાવવા માટે દત્તક લઇ તેમની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની જવાબદારી શિરે લઇ આજના શિક્ષકો માટે ઉતમ સંદેશો વહેતો કર્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ 31 ઓગસ્ટે નિવૃત્ત થઇ રહ્યા છે.

ગુરુ અને શિષ્યના પાવન દિવસે ખોડિયારપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને 14 માસ સુધી પાટણ તાલુકા પ્રાથમિક અધિકારી તરીકે ચાર્જમાં રહેલ તુલસીભાઇ પરમાર 31 ઓગસ્ટના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થનાર છે. ત્યારે નિવૃત જીવનકાળ પણ શિષ્યોની મદદમાં વીતે તેવા આશયથી શાળાના ધોરણ – 1મા નામાંકન થયેલ 27 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા અને બાળકોને પ્રથમ દિવસે જ ગણવેશ આપી ધોરણ – 1 થી આઠ સુધી શિક્ષણ, તેમજ ભૌતિક સુવિધાઓ પુરી પાડવા માટેની જવાબદારી લીધી હતી. ત્યારે ગુરુનો શિષ્યો પ્રત્યે નિવૃત થયા બાદ પણ મદદરૂપ થવાના આશ્રયને લઇ બાળકોના વાલીઓ સહીત અન્ય શિક્ષકોમાં ગર્વ સાથે આદરની લાગણી જોવા મળી હતી.

નિવૃત જીવન બાળકોના ભવિષ્ય પાછળ ખર્ચશે 

શિક્ષક તુલસીભાઈએ જણાવ્યું હતું હું ખોડિયાર પરા વિસ્તારમાં ગયો હતો ત્યારે બાળકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેની અસર તેમના શિક્ષણ પર ના પડે તેવા હેતુથી આ બાળકોને દત્તક લીધા છે. મારું નિવૃત જીવન આ બાળકોના ભવિષ્ય સુધારવામાં પસાર કરીશ.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો

આ પણ વાંચજો : હાથ-પગ વિના જન્મેલી દીકરીને માતા-પિતાએ ત્યજી દીધી હતી આજે 37 વર્ષીય એમી બ્રુક્સ કોઈ પણની મદદ વિના જાતે કરે છે ફોટોગ્રાફી, સિલાઈકામ અને રસોઈકામ

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો