ટંકારાના નસીતપર ગામના ખેડૂત પુત્રની વાયુસેનામાં પસંદગી થતા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું, આકાશે ઉડાન ભરી દેશસેવા કરશે
ટંકારા તાલુકાના નાનકડા નસીતપર જેવા નાનકડા ગામડાનો ખેડૂત પુત્ર વાયુસેનામા પસંદગી પામ્યા બાદ તાલિમ પૂર્ણ કરીને માદરે વતન આવતા સમગ્ર તાલુકામાંથી એરફોર્સમા જોડાવાનુ સૌપ્રથમ ગૌરવ પ્રાપ્ત કરનાર પાટીદાર પુત્રનુ પરીવાર સાથે ગ્રામજનોએ અદકેરૂ સન્માન સ્વાગત કર્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ટંકારા તાલુકાના નસીતપર ગામમા સારી શાખ ધરાવતા ખેડુત સ્વ. સુંદરજી બાપાના પૌત્ર અને જીનિંગ ઉધોગ ક્ષેત્રના પ્રકાશભાઈ કણસાગરાના પુત્ર કૃપાલ ગત જાન્યુઆરીમા વાયુસેનામા પસંદગી પામ્યા હતા. એરફોર્સમા સિલેક્ટ થતા પૂર્વે ખેડુત પુત્રે તમામ કઠિન તબક્કા પાસ કર્યા હતા. બાદમા તેઓએ છ માસની તાલિમ પણ પૂર્ણ કરી લેતા ભારતીય વાયુસેના જોઈન કરવા લખનૌ ખાતે પ્રથમ પોસ્ટીંગ પર આગામી 20 ઓગસ્ટથી તેઓ હાજર થશે.
ફરજ પર જતાં પૂર્વે માદરે વતન ટંકારા આવી પહોંચતા સરદારનગર વિસ્તારમા કૃપાલ કણસાગરાનુ પરિવાર સહિત ગ્રામજનોએ ભારે ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાની ભરતી માટે આખા દેશમાં એક સાથે પરીક્ષા લેવામાં આવે છે અને ધોરણ 12મા 80% ઉપર માર્ક વાળા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકે છે. જેમા ટંકારા તાલુકામાંથી કૃપાલ કણસાગરા નામનો યુવાન સમગ્ર ટંકારા તાલુકામાંથી વાયુસેનામા જનાર પ્રથમ યુવાન બન્યો છે, જે ગૌરવ કૃપાલ રૂપે ટંકારા તાલુકાને પ્રાપ્ત થયુ છે. એરફોર્સના સમગ્ર દેશમાં ત્રણ ટ્રેનિંગ સેન્ટર આવેલા છે, જેમા બેલગામ, આવડી અને નલિયા. જેમા નલિયા ખાતે ઉપરોક્ત બન્ને સેન્ટરથી વધુ એક CSTC ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યા કૃપાલે બધી. કઠિન કસોટી પાર કરી આકાશમાં ઊડવાની ઈચ્છા પુર્ણ કરી દેશ સેવા કાજે ઉડાન ભરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..