આ માણસ માટી વગર ટામેટા વાવીને બની ગયો કરોડપતિ
ખેતી કરીને કમાણી કરવાનો શોખ લોકોમાં ધીરે ધીરે વધતો જાય છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળીશું જેમણે ટામેટાની ખેતી કરીનને લાખોની કમાણી કરી છે.
આ વાત છે ગાઝીપુર જિલ્લાના મિર્ઝાપુર ગામના નિવાસી પાર્થની, જેણે ખેતીમાં ક્રાંતિ લાવવા માટે ઘણાં પ્રયાસ કર્યા. પાર્થે હાઈડ્રોપોનિક (માટી વગરની ખેતી) ટેક્નિક વિશે વીર બહાદૂર સિંહ પૂર્વાંચલ વીવીમાં ભણ્યા દરમિયાન ખબર પડી હતી. પરંતુ તે વખતે આ ખેતી સફળ ન થઈ શકી. પાર્થે આ ટેકનિકમાં પ્રયાસ કરી કરીને આ પ્રયોગ સફળ કરીને બતાવી.
પાર્થને અત્યાર સુધી 3વાર રાષ્ટ્રપતિ પુરસ્કાર મળી ચુક્યા છે.
આ ખેતીમાં 20-20 મીટરના છ પાઈપ એક પિલર પર મુકવામાં આવે છે. પિલરની એકબાજુ દસ ફુટનો ખાળો ખોધીને તેમાં 100 લીટરનો ટેંક નાંખવામાં આવે છે. આ ટેંકમાં ન્યૂટ્રિયન્ટમાં 16 તત્વો મેળવેલ પાણી ભેળવવામાં આવે છે. છોડને પાઈપમાં લગાવવામાં આવે છે અને પંપની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે. પાઈપમાં એક કીપ લગાડવામાં આવે છે
આ ટેકનિકથી ટામેટાનો છોડ દૂધીના છોડથી પણ મોટો થઈને લગભગ 6 મીટર સુધી પહોંચે છે. એક હજારનો ખર્ચ કરીને ઓછામાં ઓછા ચારસો કિલો ટામેટા મેળવી શકાય છે.
પાર્થ અત્યાર સુધી હાઈડ્રોપોનિક ટેકનિક પર 18 પુસ્તકો લખી ચુક્યા છે. જેમાં બધી પુસ્તકોના શીર્ષક વેપન અગેંસ્ટ હંગર (ભૂખ સામે હથિયાર) છે. શીર્ષક વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આજે પણ ભારતનો ગ્રામીણ ખેડૂત ભૂખ્યો સુવે છે પરંતુ આ ટેકનિકથી તેની આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને અન્નદાતાને ભૂખ્યા નહીં સુવુ પડે.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..