સુરત ગ્રામ્ય વિસ્તારના તલાટી 6000 રૂપિયાની લાંચ લેતા ભરાયો, ACBએ રંગેહાથ દબોચ્યો
સરકારી કર્મચારીઓ (Corruption in Government office) કોઈપણ કામ કરવા માટે પૈસા માંગે તો તેના માટે સરકાર દ્વારા એસીબી વિભાગ (Corruption in Government office)ની રચના કરવામાં આવી છે, ત્યારે સુરતના એક ફરિયાદીની મિલકતમાં ચોથો ભાગ કરવા માટે સુરત ગ્રામ્ય વિસ્તારના ગામના ગામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી (talati kam mantri)એ છ હજારની લાંચ માગી હતી, જેને લઇને ફરિયાદીએ એસીબી (ACB)માં ફરિયાદ કરી હતી અને તલાટી લાંચ લેવા આવતા એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતમાં રહેતા અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં પરબ ગ્રામ પંચાયતમાં શિવ ઇકો ઇન્ડસ્ટ્રીઝ વિભાગ- ૧માં પ્લોટ તથા તેમના ભાઇના નામે બે પ્લોટ મળી કુલ- ૦૪ પ્લોટ આવેલા છે. જોકે આ પ્લોટના મલિકે પોતાના ચોથા અને પાંચમા માળનુ બાંધકામ તથા તેમના ભાઇએ કરેલ હોય જે ચોથા અને પાંચમાં માળની આકારણી કરી વેરો ચાલુ કરવાના તેમજ ફરીયાદીના મિત્રના એક પ્લોટમાં તેનું નામ ચઢાવી, વેરો ભરવાના અવેજ પેટે પરબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહેશભાઇ પટેલે રૂપિયા ૬,૦૦૦/- ની લાંચની માગણી કરી હતી.
જોકે પ્લોટના માલિક આ સરકારી કર્મચારી એવા મહેશભાઈ પટેલ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી જેને પૈસા આપવા માંગતા ન હતા. જથી આ મામલે તેમણે સુરત એ.સી.બી એકમમાં ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ બાદ એસીબીએ જરૂરી કાર્યવાહી કરી એક છટકું ગોઠવ્યું હતું, જેમાં તલાટી-કમ-મંત્રી રૂપિયા ૬ હજારની માંગણી લાજ લેવા આવતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
જોકે ACB સુરત દ્વારા આ સરકારી કર્મચારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી સાથે આ તલાટી-કમ-મંત્રીની અપ્રમાણસર મિલકતની તપાસ પણ સુરત એસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક અઠવાડીયા પહેલા જ મજૂરાનો રેવન્યુ તલાટી વહિવટદાર સાથે 30000 (Revenue Talati of Majura Sagar bhesaniya caught taking 30000 Bribe in ACB Trap) રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. વડીલોની જમીનની વારસાઈ કરવાને લઈને એક પરિવારે પહેલી લીલા માટે સુરતના મજુરા વિભાગમાં તલાટીને અરજી કરી હતી જોકે આ તલાટી દ્વારા પેઢીનામુ કમ્પ્લીટ કરી આપવા માટે 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેને લઇને આ પરિવારે એસીબીમાં ફરિયાદ કરતા આજરોજ આ તલાટી અને તેનો મને મળી બે લોકોને ૩૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..