જો કમર અને ઘૂંટણમાં દુઃખાવો થતો હોય તો આ 3 આસન અજમાવી જુઓ, જોવા મળશે અસર
યોગના ફાયદા આપણે સૌ જાણીએ જ છીએ. યોગ ઉત્તમ કસરત છે. વિવિધ પ્રકારના યોગાસનના લાભ પણ જુદા-જુદા હોય છે. યોગ દ્વારા માંસપેશીઓ અને ઘૂંટણ મજબૂત બનાવી શકાય છે. તમે આખો દિવસ ભલે વ્યસ્ત હો પણ થોડો સમય જાત માટે કાઢીને યોગ અચૂક કરવા જોઈએ. અહીં એવા યોગાસન વિશે જણાવીશું જે કરવાથી ઘૂંટણ અને હિપ્સ મજબૂત થશે. એટલું જ નહીં સ્ટેમિના વધારશે. જેથી આખો દિવસ એક્ટિવ રહી શકાય.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
તન-મનને સુદૃઢ બનાવશે ભદ્રાસન
ભદ્રાસન તન અને મન બંનેને દ્રઢ બનાવે છે. ભદ્રાસન કરવાથી એકાગ્રતા વધે છે. આ આસન કરવાથી ઘૂંટણની સાથે હિપ્સના હાડકાં પણ મજબૂત થાય છે. ઘૂંટણની સમસ્યાથી પીડાતા દર્દીઓએ આસન ચોક્કસ કરવું જોઈએ. ભદ્રાસન પેટની ચરબી પણ ઘટાડે છે. પીરિયડ્સમાં થતી સમસ્યામાં પણ રાહત આપે છે.
યાદ રાખો– જે લોકોને આર્થરાઈટિસ કે સાઈટિકાની સમસ્યા હોય તેમણે ભદ્રાસન ન કરવું.
તાડાસન
બાળકોની સાથે પુખ્ત વ્યક્તિઓએ તાડાસન કરવું જોઈએ. તાડાસન હાઈટ વધારવામાં સૌથી ઉપયોગી છે. પીઠના દુખાવાથી પરેશાન હો તો આ યોગ કરો. નસ અને માંસપેશીઓમાં દુખાવો હશે તો આ આસન દૂર કરશે. ઘૂંટણમાં દુખાવો થતો આ યોગ કરવાથી રાહત મળશે. તાડાસન પગને મજબૂતી આપે છે. સાયટિકા બીમારીમાં આ યોગ લાભકારી છે.
ત્રિકોણાસન
આ આસન શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. શારીરિક કે માનસિક થાકને દૂર કરે છે. સાથે જ કમરની માંસપેશીઓને મજબૂત બનાવે છે. આ આસન જાંઘ, ખભા, છાતી અને કરોડરજ્જુના હાડકાં મજબૂત બનાવે છે. માનસિક તાણ અને ચિંતા દૂર કરવામાં ઉપયોગી છે.
યાદ રાખો– જે લોકોને સ્પોડેલાઈટિસ હોય કે ગરદન-પીઠમાં દુખાવો હોય કે વાગ્યું હોય તો આ આસન ન કરવું.
નોંધ– આસન ન આવડતાં હોય તો એક્સપર્ટ પાસેથી શીખીને જ કરવા નહીં તો મુશ્કેલી પેદા થઈ શકે છે. અમુક બીમારીથી પીડાતા દર્દીઓએ ડૉક્ટરની સલાહ બાદ જ આસન કરવા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends.