વડાલીની શ્વેતા પટેલે વેટેનરીની માસ્ટરમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
વડાલી: આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટેનરી વિભાગની માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં વડાલી તાલુકાના કેશરગંજ ગામની શ્વેતા પટેલે પ્રથમ નંબર મેળવ્યો હતો. જે સિધ્ધિ બદલ યુનિવર્સિટીના 14 મા પદવીદાન સમારંભમાં ગત 2 જાન્યુવારીએ કૃષિમંત્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં રાજ્યના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વડાલી તાલુકાના કેશરગંજ ગામની શ્વેતા નગીનભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યુવકો માટે સમકક્ષ ગણાતી વેટેનરી વિભાગમાં પશુપાલન તબીબ ક્ષેત્રે માસ્ટર ડિગ્રીમાં યુનિવર્સિટીની પરીક્ષામાં નંબર હાસલ કર્યા હતો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના 14 મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ
ગત 2 જાન્યુવારીના રોજ રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલીની અઘ્યક્ષતામાં યુનિવર્સિટીનો 14 મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને ચારેય કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સારા ગુણે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ઉત્તીર્ણ 96 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સુવર્ણ અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જે સમારંભમાં શ્વેતા પટેલને વેટેનરીની માસ્ટર ડિગ્રીમાં પ્રથમ આવવા બદલ રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જે સિધ્ધિ બદલ શ્વેતાએ ગામનું અને સમાજનુ ગૌરવ વધારતાં લોકોએ અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરવા શુભકામનાઓ પાઠવી હતી.