ભગવાન સ્વામીનારાયણે સવા બસો વર્ષ અગાઉ વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખી હતી
ભગવાન સ્વામિનારાયણ માનવ કલ્યાણ માટે સતત વિચરણ ગામે ગામ લોકો જાગૃતિ સૃષ્ટિના દરેક જીવના ક્લ્યાણ માટે લોકોને પ્રેરણા આપતા હતા.સાથે સાથે દરેક જીવના કલ્યાણ માટે સવાબસો વર્ષ અગાઉ વડતાલ ખાતે સ્થાયી થયા બાદ સર્વે જીવોના કલ્યાણ માટે સ્વંય ભગવાન સ્વામિનારાયણે વસંતપંચમીના શુભ દિવસે શિક્ષાપત્રી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો હતો.
જેમાં 212 શ્લોક રચના કરીને માનવ કલ્યાણ અર્થેના નીતિનિયમો રજૂ કરવામાં આવ્યા છે. તેની રચનાનું કામ પૂર્ણ થયા બાદ માનવ કલ્યાણ માટે શિક્ષાપત્રી પ્રસિધ્ધ કરી હતી જે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાગ્રંથ સમાન બની ગઇ છે.
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રતિષ્ઠિત એવું ભારતનું આધુનિક સમાજશાસ્ત્ર એટલે શિક્ષાપત્રી ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધ ભુમીમાં અર્જુનને સંબોધતા ઉપદેશ રૂપ ગીતાજીનું જ્ઞાન પિરસ્યુ. એ જ્ઞાનને સંકલિત કરી ભગવાન વેદ વ્યાસજીએ શ્લોકનું સ્વરૂપ આપી શ્રીમદ્ ભગવદ્દ ગીતાજીના સ્વરૂપે આપણા સહુ કોઇના માટે ગ્રંથ પ્રસાદ આપ્યો. આવી જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે જીવપ્રાણીમાત્રના હિત માટે સર્વગ્રાહ્ય શિક્ષાપત્રી રૂપ ભેટ આપી હતી. આ અમુલ્ય એકજ ગ્રંથ એવો છે જે ભગવાન દ્વારા સીધો લખાયેલ હોય. સર્વજીવનું હિત કરનાર આ ગ્રંથમાં અનેક નિયમો છે.
શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રૌના દોહનરૂપ કલ્યાણની સીડી છે.આ જ્ઞાન ભંડાર માં સાધુ-સંતના નિયમો, ગૃહસ્થના નિયમો,રાજાના નિયમો, સધવા- વિધવા નારીના નિયમો છે. આમ તેમાં સર્વ માટે સામાન્ય નિયમો છે.આ નિયમો માત્ર નિયમ જ નહીં પરંતુ સર્વ જીવને હિત કર્તા અમૃત વચનો છે. મનુષ્ય આનું પાલન કરે તો પશુ,પક્ષી, અરે પર્યાવરણનેપણ ફાયદાકારક છે. રાજાના નિયમથી પ્રજાનું હિત છે.
ભગવાન શ્રીસ્વામિનારાયણે આ ગ્રંથ અનુષ્ટુપ છંદ થી રચ્યો છે. સાહિત્ય રચનાના નિયમ અનુસાર આ ગ્રંથ ની રચના થઇ છે. આદિ,મધ્ય અને અંતે એમ ત્રણ મંગલાચરણ છે.આ ધર્મ ગ્રંથ છે આના પાલનથી મૃત્યુ પછી તો કલ્યાણ છે જ.
જીવના કલ્યાણ માટે ભગવાને શિક્ષાપત્રીની રચના કરી
વડતાલ ખાતે સવાબસો વર્ષ અગાઉ માનવ કલ્યાણ હેતું અર્થે ભગવાન સ્વામિનારાયણે કેટલાંક નિયમો બનાવ્યા હતા.તે વસંત પંચમીના શુભ દિવસે શિક્ષાપત્રી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો હતો. માનવ અને જીવ સૃષ્ટિના કલ્યાણ અર્થે 212 શ્લોક સ્વરૂપે શિક્ષાપત્રી રજૂ કર્યા હતા. આ મહાગ્રંથ માનવ કલ્યાણ શ્રેષ્ઠ માર્ગ દર્શવાતો ગ્રંથ આજે બની ગયો છે. હરિદર્શન સ્વામી, દ્રોણેશ્વર ગુરુકુળ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..