સુરેન્દ્રનગર પોલીસ સામે આવ્યો ચોંકાવનારો કેસ, બંધ દુકાનમાં અજાણ્યો ઇસમ મૂકી ગયો બોક્સ, ખોલીને જોતા પોલીસના મોતિયા મરી ગયા
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે દાળમીલ રોડ પર આવતા એક વ્યકતીએ પોલીસને દાળમીલ રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં તેની બંધ દુકાનમાં કોઈ દારૂ મુકી ગયુ હોવાની જાણ કરી હતી. આથી પોલીસે તપાસ કરી દારૂની ૨૪ બોટલ અને બીયરના 32 ટીન સહીત રૂપીયા 12,800નો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
સુરેન્દ્રનગરની શીવગંગા સોસાયટીમાં શેરી નં. 5માં રહેતા રવીરાજસીંહ સુખદેવસીંહ ઝાલાની દાળમીલ રોડ પર આવેલા ખોડીયાર એવન્યુ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન આવેલી છે. આ દુકાન હાલ બંધ હાલતમાં છે. ત્યારે બુધવારે સાંજના સમયે શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલા એ ડીવીઝન પોલીસના એચ.એચ.ઝાલા, વિજયસીંહ પરમાર, કીશનભાઈ ભરવાડ સહીતનાઓને રવીરાજસીંહ ઝાલાએ પોતાની દુકાનમાં કોઈ દારૂ મુકી ગયાની જાણ કરી હતી. આથી પોલીસે ટીમે તપાસ કરતા ખોડીયાર એવન્યુ કોમ્પલેક્ષના બીજા માળે આવેલી બંધ દુકાનમાંથી વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપીયા 9600 અને બીયરના 32 ટીન કિંમત રૂપીયા 3200 મળી આવ્યા હતા. આથી પોલીસે કુલ રૂપીયા 12,800નો મુદ્દામાલ કબજે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. બનાવની વધુ તપાસ ધનરાજસીંહ વાઘેલા ચલાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..