સુરતની 12 વર્ષની દીકરીએ દેશી પિસ્તોલથી સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું ગૌરવ વધાર્યું

સુરતની એક 12 વર્ષની દીકરીએ 24 મહિનાની પ્રેક્ટિસમાં દેશી પિસ્તોલથી શૂટિંગમાં કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. તા. 20 થી 25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાનપુરમાં આવેલી અમદાવાદ રાઇફલ ક્લબમાં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. યૂથ વિમેન્સ ઇન્ડિવિઝ્યુઅલમાં સુરતની રિતિકા નીતિન કહારે (બાંગાવાલા) ગોલ્ડ મેડલ મેળવતા પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી. રિતિકાએ રૂપિયા 37 હજાર કિંમતની દેશી પિસ્તોલથી 400 માંથી 362 પોઇન્ટ મેળવ્યા હતા. પિતા કમ કોચ નીતિનભાઇએ જણાવ્યું હતું કે, અમે સાધારણ પરિવારથી આવીએ છીએ, બસ દીકરી આત્મનિર્ભર બને એ હેતુથી જ રાઇફલ શુટીંગ કરાવું છું. રિતિકા કરાટે ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સાધારણ પિસ્તોલથી સફળતા મેળવી
નીતિનભાઈ કહારએ જણાવ્યું હતું કે, ધોરણ-8માં અભ્યાસ કરતી દીકરી રિતિકા દેશી અને સસ્તી પિસ્તોલથી પ્રેક્ટિસ કરતી હતી. જ્યારે બીજા ખેલાડીઓ ઇમ્પોર્ટેડ પિસ્તોલ એટલે કે રૂપિયા 1 લાખથી રૂપિયા 2.5 લાખની વચ્ચે આવતી પિસ્તોલથી પ્રેક્ટિસ કરે છે. હું પરંપરાગત મત્સ્ય ઉધોગના વેપાર સાથે સંકળાયેલો છું. મોંઘા વેપન્સ માટે પૈસા નહોતાં. રિતિકાએ 400માંથી 362 પોઇન્ટ મેળવતા તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો.

કુલ ત્રણ ગોલ્ડ મેળવ્યાં છે
નીતિનભાઈ (રિતિકાના પિતા કમ કોચ) જણાવ્યું હતું કે, રિતિકા નાનપુરા જીવન ભારતી સ્કૂલમાં ધો-8 માં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા શૂટિંગમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. સુરતમાં શૂટિંગ ટ્રેનિંગ ખૂબ ખર્ચાળ હતી. દૈનિક એક ક્લાક પ્રેક્ટિસ માટે 30-40 કારતૂસ અને પાંચથી વધુ ટાર્ગેટ કાર્ડ વપરાતા હતા છતાં પુત્રીએ હિંમત હાર્યા વગર ટ્રેનિંગ શરૂ કરી હતી. હું પોતે જ પુત્રીને શૂટિંગની ટ્રેનિંગ આપતા હતાં.રિતિકા છ વર્ષની હતી ત્યારે કરાટે રમતી હતી. ઓડિશામાં નેશનલ કરાટેમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સ્ટેટ લેવલની સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. બાદમાં પિતાએ તેને શૂટિંગમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરી હતી.

મફત ટ્રેનિંગ આપે છે
સોની ફળિયા આર્ય સમાજ મંદિરમાં કરાટે કોચ અને સર્ટિફાઇડ શૂટિંગ ઇન્સ્ટ્રક્ટર નીતિન કહારે જણાવ્યું કે, વાલી બોર્ડની પરીક્ષાના હાવથી બાળકને સ્પોર્ટ્સમાં મોકલતા બંધ થઇ જાય છે, પરંતુ શૂટિંગને કારણે વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ મળે છે. એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. સરકારી નોકરીઓમાં સ્પોર્ટ્સ કોટામાં નોકરીના ચાન્સ વધી જાય છે. નીતિનભાઇ આર્ય સમાજ મંદિરમાં ખેલાડીઓને મફ્ત ટ્રેનિંગ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો