સુરતમાં પોલીસના વચેટિયાઓનું રાજ! હપ્તા ઉઘરાવવા બનાવ્યું ટોલનાકુ! APMCમાં આવનારા વાહનનો 50, 100 અને 200 ભાવ, વિડીયો વાયરલ થયો
સુરતમાં પોલીસના વચેટીયાનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયો છે. હપ્તા લેતો વચેટીયો પોલીસ ચોકીમાંથી ભાગતો વીડિયોમાં નજરે પડ્યો છે.
ગુજરાતમાં એકય વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં ભ્રષ્ટાચાર ન થયો હોય. સરકારી વિભાગમાં લાંચ અને ભ્રષ્ટાચાર લૂણાની માફક પેસી ગયો છે. ત્યારે હવે પોલીસ વિભાગ પર સવાલોનો મારો શરૂ થયો છે. કારણ કે સુરત ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વિડીયો વાયરલ થયો છે. સુરતના એક વકીલ સહારા દરવાજા વિસ્તારના કેટલાક પોલીસ કર્મચારીઓનો હપ્તા ઉઘરાવતો વીડિયો વાયરલ કર્યો છે.
સુરત: શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસે ઉઘરાણી કરાતી હોવાનો વીડિયો વાયરલ
સરદાર માર્કેટથી સ્ટેશન તરફ જતા રોડ પર મેમો આપ્ભયા વગર ઉઘરાણી કરતા હોવાનો વીડિયો વાયરલ pic.twitter.com/NTF6iveKIW
— News18Gujarati (@News18Guj) March 26, 2022
પોલીસને પૂછવામાં આવતા વ્યક્તિને ઓળખતા ન હોવાનો રાગ આલાપ્યો હતો. પોલીસના વચેટીયા વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવે છે. સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે અને રાતે પોલીસના વચેટિયાઓ હપ્તા ઉઘરાવે છે. યુનિફોર્મ વિના પોલીસના વચેટિયાના નામે હપ્તા ઉઘરાવાતા હોવાનો આરોપ. APMCમાં શાકભાજી લેવા આવનાર ટેમ્પો અને ટ્રકચાલકો પાસેથી લેવાય છે હપ્તા. રૂપિયા 50,100 અને 200 રૂપિયાનો હપ્તો વસૂલાય રહ્યો છે. દર શનિવારે વચેટીયાઓ હપ્તો લઈ રહ્યા હોવાનો વીડિયોથી ખુલાસો થયો. એક વકીલે પોલીસના વચેટીયાઓ દ્વારા ચલાવાતી લૂંટને કેમેરામાં કેદ કરી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..