સુરતમાં માથાભારે તત્વો દ્વારા કારખાનેદારને માર માર્યાનો વીડિયો વાયરલ, ધંધો કરવો હોય તો 5000નો હપ્તો આપવો પડશે
સુરતમાં પુણા સીતા નગરમાં ધંધો કરવો હોય તો 5 હજારનો હપ્તો આપવો પડશે નહીંતર હાથ-પગ તોડી નાખીશ કહી એક સ્થાનિક ટપોરીએ કેટલાક લેઝર કટીંગના ખાતેદારોને જાહેરમાં ફટકાર્યા હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. મિનરલ પાણીની બોટલ સપ્લાય કરી ખાતેદારો પાસે હપ્તા માગવાની ટપોરીઓની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે.
સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં પણ અસામાજિક તત્વોનો આંતક સૌથી વધુ સામે આવી રહ્યો છે તેના માટે જવાબદાર જે પોલીસને સક્રિય હતા તેવા સામાજિક તત્વો સામે પોલીસ કોઇપણ જાતની કડક કાર્યવાહી નથી કરતી જેને લઇને સુરતમાં ગુનેગારોને ખુલ્લો દોર મળી ગયો છે.
માથાભારે તત્વોની કારખાનેદારને માર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. અહીં ક્લિક કરીને જુઓ વાયરલ વીડિયો #surat #cctv #viralvideo https://t.co/fpSAPbVD4i
— News18Gujarati (@News18Guj) February 6, 2022
ત્યારે આવા ગુનેગારો પોતાનું અસ્તિત્વ આપવા માટે સામાન્ય વ્યક્તિ અથવા તો નિર્દોષ લોકોને મારી એ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે.
સુરતના ઉધના વિસ્તારમાં પાંચ હજારનો દંડ વસૂલવા માટે એક વ્યક્તિને જાહેરમાં માર મારવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યા છે. જાહેરમાં ફટકાર્યા હતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
જોકે આ કારખાનાના માલિકોને 5000 રૂપિયા જેટલી સામાન્ય રકમ ના પૈસા લેવા માટે આ ખાતેદારોને લાફા મારી દંડા વડે ફટકારવા લાગ્યો નરેન્દ્ર વિનુભાઈ લહેરી (ખાતેદાર) એ જણાવ્યું હતું કે અઢી વર્ષથી સીતા નગરમાં લેઝર કટીંગનું ખાતું ધરાવીએ છીએ. 3 ફેબ્રુઆરીએ અચાનક મોડી સાંજે પાણી બોટલ સપ્લાયર ગોવિંદ રબારી ખાતા ઉપર હાથમાં દંડો લઈ દોડી આવ્યો હતો.
હપ્તાના રજિસ્ટ્રેશન માટે 25 હજાર અને દર મહિને 5 હજાર આપવા પડશે કહી ખાતેદારોને લાફા મારી દંડા વડે ફટકારવા લાગ્યો હતો. એક-બેને નહીં લગભગ ચાર-પાંચ ખાતેદારોને જાહેરમાં ફટકાર્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પોતાની સાથે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે યુવાની તેને પોલીસ જ્યારે પકડે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..