સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું ડિવાઈસ જે ઓછું પેટ્રોલ ભરતા આપશે એલર્ટ
પેટટ્રોલપંપ પર પેટ્રોલ પુરુ પુર્યુ છે કે નહીં તેની માહિતી આપતું ડિવાઈઝ વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની જગ્યાએ કાગળમાંથી બેગ બનાવતું મશીન વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. સાસીત કોલેજ દ્વારા ડિઝાઈનિંગ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઈનોવેટી આઈડિયા પ્રેઝન્ટેશનના મોડેલ સહિત રજૂ કર્યા હતાં. જેમાં 600 વિદ્યાર્થીઓએ બનાવેલા 105 પ્રોજેક્ટ ડિસપ્લે કરવામાં આવ્યા હતાં.
પહેલું: ઓન બોર્ડ ડિજિટલ ફ્યુઅલ ઈન્ડિકેટર
વિદ્યાર્થી: સતીષ પટોળીયા, રજની શેલડિયા, હર્ષ વેકરિયા, જયકિશન કાત્રોડીયા
સતીષ પટોળિયા, કહે છે કે, ‘રેલ્વેના જૂના એન્જિનમાં ડિઝલ માટે કોઈ ઈન્ડિકેટર હોતું નથી. ડિઝલ કેટલું છે તે માટે કોઈ નોટીફિકેશન પણ આવતી નથી. તેથી અમે એજ સોલ્યુશનની રેપ્લીકા બનાવવાનો પ્રયત્ન કર્યો. એક ટેન્ક લઈ અને તેને ડિસપ્લે સાથે કનેકટ કર્યુ. ટેન્કમાં કોઈપણ લિકવિડ ભર્યુ હોય તો તેનું ઓટોમેટીક સેન્સર દ્વારા તેનું લેવલ ડિસપ્લે પર બતાવે છે. અમને આ પ્રોજેકટ બનાવતી વખતે ડિઝાઈનિંગ અને ઈન્ડીકેશનમાં વધારે મુશ્કેલી આવી હતી. કારણકે મશીન ઈન્ડીકેશન કરતી વખતે ડેન્સીટી અલગ અલગ બતાવતું હતું. સ્થિર રહેતી ન હતી. આઉટપુટ બરાબર મળતુ ન હતુ. અંદર જે લિકવિડ છે તેનો ચોક્કસ આંકડો મળતો ન હતો.
પ્રોજેક્ટ બનાવતા દોઢ વર્ષનો સમય લાગ્યો
કારના ડિઝલ ટેન્ક અથવા બાઈકના પેટ્રોલ ટેન્કમાં પેટ્રોલ કેટલું છે તે બતાવે છે. સાથે સાથે જ્યારે ઈંધણ ભરવામાં આવે ત્યારે પંપ પરથી પુરૂ આપવામાં આવે છે કે, નહીં તેની માહિતી આ ડિવાઈઝ આપે છે. પંપ પર અમુક સમયે પુરૂ ઈંધણ આપવામાં આવતું નથી એટલે આવી છેતરપિંડી રોકવા માટે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
બીજું: પેપરબેગ બનાવવાનું યંત્ર
વિદ્યાર્થી: નીલ શેઠ, મયંક નિમાવત, આકાંક્ષા સિંઘ, નિમેષ રાવલિયા, પાર્થ સુરાની
ની લ શેઠ કહે છે કે, ‘ઉદ્યોગોમાં મહિલાઓને મદદરૂપ થાય એવુ કંઈક કરવુ જોઈએ.તેમજ ગર્વમેન્ટ દ્વારા પ્લાસ્ટિકનો બેન કરવામાં આવ્યો હતો. જેના કારણે દરેક જગ્યાએ પ્લાસ્ટિક બેગ ઘણી મોંઘી કિંમતમાં આપવામાં આવતી હતી. ત્યારે તેના વિકલ્પમાં પણ આ બેગ વાપરી શકાય એ હેતુથી પેપરબેગ મશીન બનાવવાનું વિચાર્યુ. જેનાથી ઓછી કિંમતમાં અને ઓછા સમયમાં બેગ બનાવી શકાય.આ .પ્રોજેકટ માટે અમે મેટલનું મશીન તૈયાર કર્યુ. પેટન્ટ માટે એપ્લાય કરવામાં આવી છે.
ત્રણ મિનિટમાં પેપર બેગ બની જશે
પેપરબેગ મશીન નાનુ તેમજ હેર-ફેર થઈ શકે તેવું અને ઓછી કિંમતનું હોવાથી સામાન્ય ગૃહઉદ્યોગ સાહસિકો તથા લઘુઉદ્યોગ સાહસિકો ઉપયોગમાં લઈ શકે છે. મશીનમાં અલગ અલગ માપની પેપરબેગ માપ લીધા વિના અને કાપ્યા વિના બનાવી આપે છે. મશીનમાં ખાખી પેપર નાંખવામાં આવે છે. મશીનમાંથી 3 મિનિટમાં જ એક પેપર બેગ તૈયાર કરી શકાશે.