સુરતમાં સિટીલીંક બસના ડ્રાઈવરની અશ્લીલ હરકત: ‘આજે તો તારું મોઢું જોવુ છે’ એમ કહીને મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરતી (college girl) અને કતારગામમાં રહેતી યુવતીને બિભત્સ નજરે જોયા કરનાર સિટીલીંક બસના ડ્રાઇવરે (sitiLink bus driver) પીઠ પર થપ્પો મારી માથું પકડી રાખી આજે તો તારૂ મોઢું જોવું જ છે એમ કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લઇ અશ્લીલ હરકત કરતા મામલો કતારગામ પોલીસમાં (Katargam police) પહોંચ્યો છે. યુવતીએ હિંમત દર્શાવની પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરતા આખો મામલાઓ સામે આવ્યો હતો.
સુરતમાં યુવતીઓ નથી સેફ?
સુરતના શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને અઠવાલાઇન્સ વિસ્તારની આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ગત સવારે 7 વાગ્યે રાબેતા મુજબ તેની બે ફ્રેન્ડ સાથે કતારગામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી સિટીલીંકની ગ્રીન કલરની બીઆરરટીએસ રૂટ નં. 2ની બસમાં બેસી કોલેજ જવા નીકળી હતી.
કોલેજ માટે બીઆરટીએસ બસમાં અપડાઉન કરતી યુવતીને છેલ્લા કેટલાક સમયથી બસના ડ્રાઇવર ખરાબ નજરે જોતો હતો પરંતુ યુવતી તેને નજર અંદાજ કરતી હતી. બસ તેના નિયમીત રૂટ થઇ અડાજણ બસ ડેપોની સામે સિટીલીંકના બસ સ્ટેન્ડ પાસે ડ્રાઇવરે બસ ઉભી રાખી હતી. બસમાં યુવતી અને તેની બે ફ્રેન્ડ સિવાય બીજું કોઇ મુસાફર ન હતું.
આ તકનો ગેરલાભ લઇ ડ્રાઇવરે તેના કેબીનમાંથી ઉતરી યુવતી બસના આગળના દરવાજા પાસેની સીટ બેઠી હતી ત્યાં પાછળથી ઘસી આવ્યો હતો અંશ છેડતી કરી હતી. ડ્રાઇવરે યુબતીને પીઠ પર થપ્પો મારી કહ્યું હતું કે તારૂ મોઢું બતાવ, મારે તારૂ મોઢું જોવું છે. પરંતુ યુવતીએ મોંઢા પર ઓંઢણી બાંધેલી હોય તેણે કોઇ જવાબ આપ્યો ન હતો.
છતાં પણ ડ્રાઇવરે યુવતીનું માથું પાછળના ભાગેથી પકડી ઓંઢણી ખેંચવા લાગ્યો હતો અને આજે તો હું તારૂ મોંઢું જોઇને જ રહીશ. ડ્રાઇવરે ઓંઢણી ખેંચતા યુવતી અને તેની બંને ફ્રેન્ડ ડરી ગઇ હતી. ત્યાર બાદ ડ્રાઇવર બસમાંથી ઉતરીને ચાલ્યો ગયો હતો.
કોલેજની યુવતીને જાહેરમાં અશ્લીલ હરકત સરાજાહેર પોતાની સાથે થયેલી આઘાત જનક ઘટનાથી યુવતી અને તેની ફ્રેન્ડ ડરી ગઇ હતી અને કોલેજથી પરત ઘરે ગયા બાદ પરિવારને જાણ કરી હતી.
આખરે આ યુવતીની હિમતને દાદ આપવી જોઈએ બાદમાં યુવતીએ પરિવારને કહેતા કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડ્રાઇવર કરણ કાત્રોડીયાની અટકાયત કરી હતી. જ્યારે આ બાબતે સુરત પોલીસ દ્વારા અને SMC દવતા જે ડ્રાઈવરો છે અને કાંડક્ટ્રોને સૂચનો કરવા જરૂરી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..