સુરતમાં પિતા પુત્રએ Flipkartનું પોણા બે કરોડનું કરી નાંખ્યું, જાણો સમગ્ર કિસ્સો
થોડા દિવસો પહેલા Flipkart કંપનીનો એક ટ્રક પોણા બે કરોડ રૂપિયાનો માલ લઈને મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. તે સમયે અચાનક આખી ટ્રક ગુમ થઇ ગઇ હતી અને આ બાબતે કંપનીના અધિકારીઓને માહિતી મળતાં તેમણે પોલીસને જણાવ્યું હતું. જો કે ગુમ થયેલી ટ્રક સુરતના કરજણ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પરંતુ જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરી ત્યારે મોટો ખુલાસો થયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ટ્રકના ડ્રાઇવર અને કંડકટરે Flipkart કંપનીનો માલ થોડા પૈસાની લાલચમાં આવીને સુરતના પલસાણા નજીક આવેલા એક ગોડાઉનમાં ઉતારી દીધો હતો અને ત્યારબાદ બંને ટ્રકના બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઇ ગયા હતા મુખ્ય આરોપી સુરતના નીકળ્યા હતા અને આ બંને આરોપીઓએ ડ્રાઈવરને લાલચ આપીને માલ ઉતરાવી લીધો હતો પરંતુ હાલ બંને પિતા-પુત્રની પોલીસે ધરપકડ કરી છે.
રિપોર્ટ અનુસાર Flipkart ઈન્ડિયા કંપનીનો માલ ડ્રાઇવર રમેશ પટેલ અને કલીનર સલમાન મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન તરફ લઈ જઈ રહ્યા હતા. તે સમયે સુરતના શિવલાલ શાહ અને કુશલ શાહ નામના પિતા-પુત્રે ડ્રાઇવર અને કંડકટરને પૈસાની લાલચ આપીને આ માલ સુરતના પલસાણા નજીક એક ગોડાઉનમાં ઉતારવા માટે જણાવ્યું હતું. તેથી ડ્રાઇવર અને ક્લીનરે પૈસાની લાલચમાં ટ્રકમાં રહેલો માલ આ ગોડાઉનમાં ઉતારી દીધો હતો અને ત્યારબાદ બંને ટ્રકને હોટલમાં મૂકીને ફરાર થઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
Flipkart કંપનીનો પોણા બે કરોડ રૂપિયાનો માલ ગોડાઉનમાં ઉતાર્યા બાદ શિવલાલ શાહ અને કુશલ શાહ નામના પિતા-પુત્રે આ માલ અમદાવાદના પંકજ ખટીકને અન્ય વાહનમાં ભરીને મોકલી દીધો હતો.
પોણા બે કરોડ રૂપિયાનો માલ રાજસ્થાન ન પહોંચ્યો હોવાના કારણે Flipkart કંપનીના અધિકારી એ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હતી અને જે જગ્યા પરથી ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો તે જગ્યાના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને તપાસમાં સામે આવ્યું હતું કે, આ ટ્રક સુરતના પલસાણા નજીક એક ગોડાઉનમાં રોકાયો હતો.
જેથી પોલીસે તપાસના અંતે શિવલાલ શાહ અને કુશલ આ નામના પિતા-પુત્રની ધરપકડ કરી હતી. મહત્ત્વની વાત છે કે પોણા બે કરોડનો Flipkart કંપનીનો માલ આ બંને પિતા-પુત્ર એ પોતાના ગોડાઉનમાં ઉતાર્યો હતો તેમાં અલગ અલગ કંપનીના મોબાઈલ, લેપટોપ, કિચનનો સામાન હતો
પોલીસની તપાસમાં આ પોણા બે કરોડનો માલ ટ્રકમાંથી ઉતરાવનાર પિતા-પુત્ર અગાઉ પણ અનેક ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે જોકે આ ઘટનામાં Flipkart કંપનીના ટ્રકનો ડ્રાઈવર અને કલીનર સલમાન પોલીસ પકડથી દૂર હોવાના કારણે તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પિતા-પુત્રએ Flipkart કંપનીનો માલ અમદાવાદના પંકજ ખટીક નામના ઈસમને મોકલ્યો હોવાના કારણે પોલીસ દ્વારા પંકજ ખટીકની પણ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..