સીસીટીવીમાં પોલીસ કર્મીઓની ક્રૂરતા થઈ કેદ, પોલીસ જવાનોએ સિક્યુરિટી ગાર્ડને માર મારી અધમરો કર્યો, પોલીસ કમિશનરે કર્યાં સસ્પેન્ડ
સુરત ભટાર વિસ્તારમાં આવેલાં સંકલ્પ કોમ્પ્લેક્સના વોચમેનને ખટોદરા પોલીસનાં બે પોલીસ જવાનો દ્વારા વગર વાંકે દંડા વડે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. તેજ બહાદૂર નામનાં વોચમેનને એટલો માર મારવામાં આવ્યો કે તેના પગમાંથી માંસનાં ટુકડાં પડી ગયા હતા. અંતે ઉચ્ચ અધિકારીએ સીસીટીવીનાં આધારે ઇન્કવાયરી બેસાડી હતી, અને બપોર બાદ બંને પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતના ભટાર વિસ્તારમાં વોચમેન તેજ બહાદૂર લોકડાઉન દરમિયાન કોમ્પ્લેક્સમાં રહી દુકાનોની સુરક્ષા કરી રહ્યો હતો. ત્યારે પોતના કૉમ્પ્લેક્સ બહાર તે ખુરશી પર બેઠો હતો. ત્યારે અચાનક બે ખાખી વર્ધીધારી પોલીસકર્મી આવ્યા અને આ તેજ બહાદુરને કૉમ્પ્લેક્સની બહાર ખેંચી ગયા હતા. એક પોલીસકર્મીએ તેને માથાના ભાગે દબાવી દીધો અને ત્યાર બાદ બીજાએ તેની બાઇક પર બેસી દંડા વારી કરી હતી. અને જ્યારે માર મારી તે ઢીલો થઈ ગયો ત્યારે અન્ય એક પાછો આવી આ વોચમેનને બેરહેમીપૂર્વક માર મારવા લાગ્યો હતો. અને માર મારીને વોચમેનને અધમરો કરી દીધો હતો.
ત્યાર બાદ અહીંથી ન અટકતાં અન્ય એક ઇસમ બહાર રસ્તા પર જઈ રહ્યો હતો. ત્યારે તેને પણ બે પોલીસ મોટર સાયકલ પર જાણે કોઈ અપહરણ કરતાં લઈ જતા હોઈ તે રીતે તેને વચ્ચે બેસાડી લઈ ગયા હતા. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ઇન્કવાયરી બેસાડી હતી. હાલ તો રણજિત સિંહ અને બળવત સિંહ નામના પોલીસ કર્મીને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે.
પણ અહીં મહત્વની વાત એ છે કે, સિક્યોરિટી ગાર્ડ હાલ માંડ માંડ ચાલી શકે છે. તેની પીડા અસહનીય છે. તેવામાં ખાખીના પાવરને કારણે આટલો બેરહેમીપૂર્વક માર બદલ પોલીસકર્મીઓને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા દિવસ બાદ તેઓ ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ જશે. તેવામાં અસહનીય માર બદલ સિક્યોરિટી ગાર્ડને સાચો ન્યાય મળશે કે કેમ…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..