સુરત CPનું જાહેરનામું, એકલી જતી યુવતીઓનો પીછો કરનારા સાવધાન, સ્કૂલ, કોલેજ, ટ્યુશનકલાસ, મહિલા હોસ્ટેલ નજીક થશે અમલ

સુરતના પાસોદરા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્મા નામની યુવતીની તેની માતા સામે ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી મૂકી છે. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સામાજિક આગેવાનોએ શહેરમાં કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે, ત્યારે આજે સુરત પોલીસ કમિશનરે આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

સુરત પોલીસના જાહેરનામા મુજબ, હવેથી સુરતમાં કોફીશૉપ, હોટલો, કાફે અને રેસ્ટોરન્ટની આડમાં ધમધમતા કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટલો અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે જ હોટલો અને રેસ્ટોરન્ટ અને કાફેમાં સીસીટીવી લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આવા સ્થળો પર અશ્લિલ કૃત્યો તેમજ નશીલા કે કેફી પદાર્થોનું સેવન ના થવું જોઈએ. આ સિવાય સ્કૂલ, કૉલેજ, ટ્યૂશન ક્લાસ અને મહિલા હોસ્ટેલ બહાર કારણ વિના પુરુષોને બેસવા કે ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સુરત પોલીસનું કહેવું છે કે, મહિલાઓ, કિશોરીએ અને બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે તેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બનીને ઘરની બહાર હરીફરી શકે તે જરૂરી છે.

જણાવી દઈએ કે, સરેઆમ યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપી એવો સાયકો પ્રેમી ફેનિલ ખુદ વેલાન્જામાં કપલ બોક્સ ચલાવતો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેને પગલે નાગરિકો દ્વારા શહેરમાં કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ પ્રબળ બની હતી. જે બાદ ગઈકાલે સુરત પોલીસે કપલ બોક્સ પર તવાઈ પણ બોલાવી હતી. જ્યારે આજે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો