માસ્ક ન પહેરેલા યુવકને સુરત પોલીસે એવો માર્યો કે 6 મહિનાથી કોમામાં છે, પરિવારે સારવારમાં કર્યો 40 લાખનો ખર્ચ, પોલીસે ફરિયાદ નકારી, તો કોર્ટનું શરણું લીધું

સુરતમાં છ મહિના પહેલાની ઘટનામાં એક યુવકને માસ્ક બાબતે માત્ર ઠપકો જ નહિ,માર મારવાથી એક યુવક કોમામાં સરી પડ્યો. પિતાની ફરિયાદ પોલીસે નકારી,તો કોર્ટનું શરણું લીધું.

સુરતમાં છ મહિના પહેલાની ઘટનામાં એક યુવકને માસ્ક બાબતે માત્ર ઠપકો જ નહિ,માર મારવાથી એક યુવક કોમામાં સરી પડ્યો હતો.યુવકના પિતાએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી,પણ આ તો સુરત પોલીસ છે. ફરિયાદ નોંધાવા ઘસીને નાં પાડી દીધી હતી. પીડિત યુવકના પરિવારે આખરે કોર્ટનું શરણું લેવું પડ્યું હતું. અને કોર્ટે આદેશ આપતા હવે ફરિયાદ નોંધાવા અંગેનો માર્ગ મોકળો બન્યો છે

સુરતમાં ભરીમાતા રોડ પાલીયા ગ્રાઉન્ડ ખાતે ગુલશન પાર્કમાં રહેતા ફરિયાદી અંસારી કામીલ અબ્દુલ રઝાક ઈશાકે ઉમરા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારી વિરૂદ્ધ પરીયાદ કરી છે. નિતેશ, ધનસુખ તથા અન્ય એક પોલીસ કર્મચારી વિરુધ્ધ પોતાના પુત્રને માસ્ક ન પહેરવા જેવી નજીવી બાબતે માર મારી કોમામાં પહોંચાડી હત્યાનો પ્રયાસ કરવાના આક્ષેપ કરી સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદીના પુત્ર સમીર અંસારી તેના મિત્રો ઈમરાન શેખ, સાદ મોહીઝ ખાન, મોહમદ આતિફ શેખ, સાબિર અંસારી સાથે 22 જૂલાઇ 21ના રોજ વેસુના VIP રોડ સ્થિત કાફેમાં નાસ્તો કરીને રાત્રે 8.45 વાગે બહાર નીકળ્યા હતા. આ ઉમરા પોલીસની વાનમાં આવેલા આરોપી પોલીસ કર્મચારીએ ફરિયાદીના પુત્ર સમીરના હાથ પકડીને જણાવ્યું હતું કે કરફ્યુનો સમય શરૂ થવાનો છે અને માસ્ક પહેર્યું ન હોઈ ગુનો નોંધાશે. ચાલો વાનમાં બેસી જાવ, અને આજે 6 મહિના વીતી ગયા છતાં સમીર હોસ્પિટલમાં અને ઘરે બનાવેલી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પ્રથમ તો તે કોમમાં સરી પડેલા સમીરની સ્થિતિ અત્યારે સારી છે. કમ્પ્યુટરનો જાણકાર અને સ્માર્ટ દેખાતો સમીર ઓળખાય એવી સ્થિતિમાં જ નથી.

સમીરના પિતા ફરિયાદી છે અને એમના કહેવા મુજબ જ્યારે સમીર ને પોલીસે રોક્યો હતો ત્યારે હજુ 9 વાગ્યા હતા અને ત્યારે કર્ફ્યુનો સમય રાત્રે 11 વાગ્યાનો હતો. સમીર એમના મિત્રો સાથે કોફી પીને બહાર ઘરે જવા નીકળ્યો હતો અને PCR વાન આવી પહોચી હતી. તમામે જણાયું હતું કે અમે ઘરે જ જઈએ છીએ. અમારી સામે ગુનો ન નોંધો. બીજીવાર માસ્ક નાકની નીચે નહીં જાય, જેથી આરોપી પોલીસ કર્મચારીઓએ ઉશ્કેરાઈને ફરિયાદીના પુત્રને માર મારી અને અમને સમય જોતા શીખવાડે છે તેવું કહીને વાનમાં લઈ જઈને માર મારી ગાડી હંકારી દીધી હતી. ત્યારબાદ ફરિયાદીના પુત્રના મિત્ર લુકમાનના ફોન પર સમીરના મોબાઈલથી આરોપી પોલીસકર્મી નિતેશભાઈએ ફોન કરીને સમીર ચાલુ ગાડીએ કુદી ગયો હોવાથી તેને નવી સીવીલ હોસ્પિટલ લઈ જઈએ છીએ તમે ત્યાં પહોંચો, ત્યારથી આ સુધી સમીર કોફી શોપ બાદ હોસ્પિટલમાં અને આજે ઘરે બનાવમાં આવેલી નાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. સુરત પોલીસે ફરિયાદ ન નોંધતા આ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી હતી અને હવે કોર્ટનો આદેશ આવ્યા બાદ પરિવારને લાગે છે કે એમના પુત્રને ન્યાય મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો