સુરતના કીમ-પિપોદરા નેશનલ હાઈવે પર દારૂડિયાએ મચાવી ધમાલ, ગાડીઓ પર ચડીને કર્યો ટ્રાફિક જામ, જુઓ વીડિયો
સુરતમાં (Surat) એક નશેડી યુવકના આતંકનો (Terror) હચમચાવી નાખતો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. કાલે ભરબપોરે નેશનલ હાઇવે 48 પર (National Highway 48) એક નેશડી યુવક આવી ચઢ્યો હતો. આ યુવકે રસ્તા વચ્ચે આતંક મચાવ્યો અને ગાડીઓમાં ટીંગાઈ અને તોડફોડ કરી હતી. રાહદારીઓ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા હતા અને લોકોએ તેનો લાઇવ વીડિયો (Live video) શુટ કરી લેતા ઘટના સામે આવી હતી. આ યુવકે કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી જ્યારે રસ્તા પર ખૂબ તોફાન કર્યુ હતું.
બનાવની વિગતો એવી છે કે નેશનલ હાઇવે 48 પર નશામાં ઘુત યુવકે આતંક મચાવ્યો હતો. આ યુવક નશામાં ધૂત હતો અને તેણે પોતાનો શર્ટ ઉતારી અને આતંક મચાવ્યો હતો. પહેલાં તે એક કાર પર ટીંગાઈ ગયો અને તેણે આ કારના વાઇપર તોડ્યા હતા અને બાદમાં કાર ચાલકે કાર ચલાવતા યુવકે તેના પર ટીંગાઈ ગયો હતો.
સુરત : નશેડીના આતંકનો Live Video, હાઇવે પર ગાડીઓની માથે ટીંગાઈ કરી તોડફોડ pic.twitter.com/7gR2RpUzW9
— News18Gujarati (@News18Guj) August 31, 2021
આટલેથી ન અટકતા તેણે અન્ય એક કારને બાનમાં લીધી હતી અને તેની નંબર પ્લેટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ કારને નુકસાન પહોંચાડી ન શકતા અન્ય એક કાર પર હુમલો કર્યો હતો. જોકે, આગળ લોકોનું ટોળું આવી જતા આ નશેડી યુવકે રસ્તા વચ્ચે બેસી ગયો હતો અને તેના કારણે ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા.
ટોળાએ મેથી પાક ચખાડ્યો
લોકોએ આ યુવકને પકડી પાડી અને તેને મેથી પાક ચખાડવાની શરૂઆત કરી હતી. આ યુવકને ટોળાએ મેથી પાક આપ્યા બાદ જાણવા મળ્યું હતું કે તે નશામાં હતો. જોકે, તેણે માદક દૃવ્યોનો નશો કર્યો હતો કે દારૂનો નશો કર્યો હતો તે જાણી શકાયું નથી.
પરંતુ નશાની હાલતમાં આ યવુકે પીપોદરા ગામના બ્રીજ પાસે હાઇવેને બાનમાં લઈ લીધો હતો. આમ આ યુવકે લગભગ અડધો કલાક ઉપર આ હાઇવે પર હંગામો મચાવી અને હાઇવેને બ્લોક કર્યો હતો. જોકે, સદનસીબે લોકોના હાથે આવી જતા અધટિત ઘટના થતી અટકી હતી. જોકે, આ યુવક કોણ છે ક્યાનો છે અને કેવી રીતે હાઇવે સુધી આવી પહોંચ્યો તે જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..