સુરતમાં કંપનીના મેનેજરે મહિલાની માંગમાં સિંદૂર ભરી શરીરસંબંધ બાંધ્યા પછી ભાગી ગયો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ

સુરત (Surat News)ના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને સચિન જીઆઇડીસી (Sachin GIDC)ની કંપનીના મેનેજરે મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ઘણા સમયથી બળાત્કાર (Rape case in Surat) ગુજારતો હતો. જોકે આ મહિલાએ લગ્નની વાત કરતાં જ આ મેનેજર તેને છોડી ફરાર થઈ ગયો હતો. જેને લઇને અનેક વર્ષો સુધી સંબંધ બાંધીને પોતાનો ઉપયોગ કરનાર મેનેજર વિરુદ્ધ મહિલાએ ગોડાદરા પોલીસ (Gododara Police) મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં સુરત છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં સતત આગળ આવી રહ્યું છે ખાસ કરીને સુરતમાં લોટરી હત્યાની ઘટના સાથે બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જોકે હાલમાં જ આ પ્રકારની બળાત્કારની ઘટના સામે આવી છે જેને લઇને પોલીસ પણ એક વખત દોડતી થઈ ગઇ છે કારણ કે મોટા ભાગમાં પ્રેમસંબંધ બાંધી અને મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની ઘટના સુરતના ગોડાદરા પોલીસ મથકે નોંધાવા પામી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક ત્યકતા મહિલા છેલ્લા આઠેક વર્ષથી સચિન જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. જોકે કંપનીમાં કામ કરતો કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો 31 વર્ષીય આરોપી હિમાલય ચંદ્રકાંત પરમાર આ મહિલાને પોતે પોતાને ગમતી હોવા સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જોકે આ પ્રેમ સંબંધમાં એક દિવસ આ યુવકે મહિલાને પોતાના ઘરે લઈ જઈને માંગમાં સિંદુર ભરીને મંગળસૂત્ર બાંધીને મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ હિમાચલ ત્યાં જ રહીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો.

જોકે 6 મહિના પહેલા જ્યારે મહિલાએ હિમાલયને કહ્યું કે આપણે લગ્ન કરીને તેને દરેકને જાણ કરી દઈએ. ત્યાર બાદ હિમાલયે તેણીને કહ્યું કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. આ યુવક મહિલાને તરછોડીને ત્યાંથી જતો રહ્યો હતો ત્યાર બાદથી હિમાલય શ્રુતિથી દૂર ભાગતો ફરતો હતો. આથી મહિલા તેની સાથે લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર કર્યો હવોની ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આથી પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો