સુરતના ભેજાબાજ બુટલેગરે અપનાવ્યો અનોખો કીમિયો, પોલીસ પણ ચોંકી, મિનરલ વૉટરના જગમાં કરતાં દારૂની હેરાફેરી
કોરોનાની દહેશત વચ્ચે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે ઉજવણી માટે ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. બીજી તરફ બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
કાતિલ ઠંડી વચ્ચે નવા વર્ષને આવકારવા માટે યુવાનો થનગની રહ્યાં છે. પોલીસની સતર્કતાના કારણે બૂટલેગરોએ પણ દારૂની કિંમતોમાં ધરખમ વધારો કરી દીધો છે. બીજી તરફ નવા વર્ષની ઉજવણીમાં દારૂની મહેફિલ માણવા માટે લોકો મોં માંગી કિંમતો ચૂકવવા માટે તૈયાર હોય છે. આથી બૂટલેગરો પણ આવી સિઝનમાં કમાવવાની કોઈ તક છોડતા નથી.
સુરતના ગોડાદરામાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે આવો જ એક નવતર કિમિયો અજમાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં SOGની ટીમે બાતમીના આધારે ગોડાદરા ગાર્ડન નજીકથી પસાર થઈ રહેલા મિનિરલ વૉટરના ટેમ્પાને અટકાવીને તલાશી લીધી હતી. જેમાં મિનરલ પાણીના જગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
હાલ તો પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ મેવાડા અને દિનેશ મેવાડા નામના બે શખ્સોને ઝડપી પાડીને વિદેશી દારૂની 56 બોટલો (જેની અંદાજિત કિંમત 29,120)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ દારૂ કોણે મંગાવ્યો હતો અને કોણ-કોણ આ કાંડમાં સંડોવાયેલું છે? તે દિશામાં તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા શહેરના કાપોદ્રાના દિનદયાલ નગરથી પોલીસે બે ઑટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરનારી 4 મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે ઓટો રિક્ષામાં મહિલાઓની મદદથી દારૂની હેરાફેરી કરવાની ઓડસ ઑપરેન્ડીનો પર્દાફાશ કરીને રૂ. 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..