ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ માટે લેવામાં આવેલી ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ન્યૂ કોર્સમાં પ્રથમ ક્રમે સુરત સેન્ટરની રાધિકા બેરીવાલા નામની વિદ્યાર્થિની આવી છે. જ્યારે બીજા નંબર પર ખતૌલીના નીતિન જૈન રહ્યાં છે. જ્યારે ત્રીજા ક્રમે ચેન્નઈની નિવેદિતા આવી છે.
ચાર્ટડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ, રાધિકા બેરીવાલાએ કુલ 800માંથી 640 માર્ક્સ પ્રાપ્ત કર્યાં છે. 80 ટકા સાથે તે આ પરીક્ષામાં ટૉપ કરવામાં સફળ રહી છે. જ્યારે નીતિન અને રાધિકા વચ્ચે માત્ર 1 ટકાનું જ અંતર છે. બીજા નંબર પર આવેલ નીતિન જૈને 800માંથી કુલ 632 માર્ક્સ પ્રાપ્ત કર્યાં છે. નીતિન જૈને આ પરીક્ષાને 79 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે.
દેશભરમાં ત્રીજા નંબર રહેલ ચેન્નઈની નિવેદિતાએ 800માંથી 624 માર્ક્સ પ્રાપ્ત કર્યાં છે અને તે 78 ટકા સાથે ટૉપ 3માં પોતાનું સ્થાન મેળવવવામાં સફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે, નિવેદિતા નંબર પર રહેલા નીતિન જૈન કરતાં માત્ર 1 ટકા અને નંબર વન પર રહેલી રાધિકાથી 2 ટકા જ પાછળ છે. ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ ગુરુવારે બપોરે CAનું પરિણામ જાહેર કર્યું છે. આ દરમિયાન સીએ ફાઉન્ડેશનનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા દ્વારા સીએ ફાઈનલ માટે 5 થી 20 ડિસેમ્બર 2021 સુધી દેશભરમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેનું સત્તાવાર ઈન્સ્ટીટ્યૂટની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાય છે. જ્યારે દેશના 192 જિલ્લામાં સીએ ફાઉન્ડેશન ન્યૂ સ્કીમની પરીક્ષા 13 થી 19 ડિસેમ્બર, 2021 સુધી લેવામાં આવી હતી. અગાઉ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ જુલાઈ 2021ની પરીક્ષાનું પરિણામ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ જાહેર કરી દીધુ હતું.
જણાવી દઈએ કે, CA અને CS કોર્સને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન સમકક્ષ માનવામાં આવશે. સીએ અને સીએસ કરી ચૂકેલ વ્યક્તિ યુજીસી નેટની પરીક્ષા આપી શકે છે. આ સાથે જ તેઓ પીએચડી કરવા માટે પણ સક્ષમ હશે.
સીએની પરીક્ષામાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ ટૉપ-50માં
CAની પરિક્ષામાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ ટોપ 50માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. જેમાં સલોની ગુલેચાએ 6ઠ્ઠો રેન્ક, કમલેશ ગુપ્તાએ 33મો રેન્ક અને ભૌતિક જાખણિયાએ 48મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
પરિણામની વાત કરવામા આવે તો ઓલ ઈન્ડિયા લેવલે ન્યૂ કોર્સમાં 28,988 વિદ્યાર્થીઓ પૈકી 4437 આમ 15.31 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં અમદાવાદના પરિણામની વાત કરીએ તો અમદાવાદમાં 800 પૈકી 314 આમ 39.25% ટકા પરિણામ આવ્યું છે, તો બીજી તરફ ઓલ્ડ કોર્સના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ઓલ્ડ ઈન્ડિયા લેવલે ઓલ્ડ કોર્સમાં 30109 વિદ્યા્થીઓ પૈકી 44 વિદ્યાર્થીઓ પાસ થતાં 1.41% ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદમાં 84 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓ પાસ થતા 7.14 ટકા પરિણામ આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..