અકસ્માતઃ સુરતમાં સામ સામે સોસાયટીમાંથી નીકળી છ બાળકોની અંતિમયાત્રા, ભારે ગમગીની

શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોંચિગ ક્લાસ ચલાવતા સંચાલકો દ્વાકા એક દિવસ માટે અમરોલી અને છાપરાભાઠા વિસ્તારના ધો.1 થી8માં અભ્યાસ કરતા 70 થી 75 બાળકોને ડાંગ જિલ્લાના શબરીધામ, પંપા સરોવર, મહાલ કેમ્પ સાઈટના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ શું ખબર હતી કે પ્રવાસે જઈ રહેલા બાળકો હવે ક્યારે પાછા નહીં આવે. વિદ્યાર્થીઓ ભરેલી બસનો ડાંગમાં ગોઝારો અકસ્માત થયો હતો, 200 ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી હતી જેમાં 10 બાળકોના મોત થયા છે. તેમજ ગઈ કાલે મોડી રાત્રે તમામ બાળકોના મૃતદેહોને સુરત લઈ જવામાં આવ્યા હતા. તેમજ આજે સવારે પરિવારને તેમના બાળકોના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેના પછી એક સાથે 6 માસૂમ બાળકોની અંતિમયાત્રા નીકળાવામાં આવી હતી. તેમજ અંતિમયાત્રામાં વન મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ સી.આર પાટીલ સહિત લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા.

તેમજ એક જ વિસ્તારમાં સામ સામે આવેલી સોસાયટીમાંથી એકસાથે 6 અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી ત્યારે માસૂમ બાળકોની અંતિમયાત્રા જોઈને બધાની આંખોમાં આસુ આવી ગયા હતા. અમરોલીમાં આવેલી સમર સોસાયટીમાં માતા અને પુત્રી હેમાક્ષી નવનીત પટેલ (40), ધ્રુવા નવનીત પટેલ (ઉ.4 વર્ષ) સહિત ત્રણ બાળકોની અંતિમયાક્ષા કાઢવામાં આવતા અમરોલીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેના પછી સમર સોસાયટીની સામે આવેલી ગુરુકૃપા સોસાયટીમાંથી ત્રણ અંતિમયાત્રા એકસાથે નીકાળવામાં આવી હતી. ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકો રડી પડ્યા હતા.

અકસ્માતમાં 10 લોકોનું મોત થયું હતું તેમના નામ,

– દક્ષ મનીષ પટેલ (ઉ.વ.12)
– વિધી તુષાર પટેલ (ઉ.વ.16)

– ક્રિશા જિગ્નેશ પટેલ (ઉ.વ.10)
– ક્રિશ હેમંત પટેલ (ઉ.વ.14)

– ધ્રુવી અલ્પેશ જાની (ઉ.વ.12)
– દિપાલી મનીષ પટેલ (ઉ.વ.10)

– હેમાક્ષી નવનીત પટેલ (ઉ.વ.40)
– ધ્રુવા નવનીત પટેલ (ઉ.વ.4)
– તૃષા મુકેશ પટેલ (ઉ.વ.10)

તેમજ આ અકસ્માતમાં માતા અને પુત્રીના પણ મોત થયા હતા. જેમના નામનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો