સુરતના 21 બાળકોના મોત માટે આગ જ નહીં કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર!
સુરતમાં મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્રની મિલિભગતથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. સુરતના 7 ઝોનમાં 5000થી વધારે નાના મોટા ટ્યૂશન કલાસીસ ચાલી રહ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ ફાયર સેફટી વિનાના અનેક કલાસીસમાં અભ્યાસ કરે છે. તેમાં પણ નાના મોટા ક્લાસીસ તો ફાયર સેફટી વગર જ ચલાવવામાં માને છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ફાયર સેફ્ટી અને સુરત મહાનગરપાલિકા પર દોષનો ટોપલો ઢોળતા જણાવ્યું કે, આ ઘટના દુ:ખદ છે,ઘટનાની તપાસ થશે. સિનિયર આઈએએસને ઘટનાની તપાસ સોંપાઈ છે.
કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા પંકાયેલા
નવેમ્બર 2018માં સુરતના વેસુમાં બનેલી આગ દુર્ઘટના સમયે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી હતી. તેમાં પણ સવાલ તો એ છે કે, ફાયરબ્રિગેડ અને કોર્પોરશને કઈ રીતે NOC આપી હશે? આજે 21નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે તેના માટે કોણ જવાબદાર છે?. કોર્પોરેશન, પોલીસ, ફાયર-શિક્ષણ વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં માહેર છે, ત્યારે આ દુર્ઘટના બાદ પણ દર વખતની જેમ અધિકારીઓ એકબીજાને ખો આપીને ઉડાઉ જવાબ આપશે અને કાર્યવાહી કરી હોવાનો માત્ર અને માત્ર દેખાડો કરશે, ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ન બને તે માટે કોઈ નક્કર પગલાં લેવાની જરૂર છે.
વેન્ટિલેશનના અભાવે ગુંગળામણને કારણે મોત થયા હોવાની શક્યતા
સુરતની આજની દુર્ઘટનામાં વેન્ટિલેશનના અભાવે મોટાભાગના મોત ગુંગળામણના કારણે થયા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે હાજર કેટલાક સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બાળકો અને અન્ય વ્યક્તિઓ જીવ બચાવવા ઉપરથી છલાંગ લગાવતા દ્રશ્યો અત્યંત વિચલિત કરનારા છે. હવે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી છે.
શહેરના તમામ ક્લાસીસમાં આવવા જવા માટે ફક્ત એક જ એન્ટ્રી
- નાના-નાના પાર્ટિશન કરી ક્લાસરૂમ બનાવી દેવાયા
- તમામ ક્લાસરૂમમાં ફીક્સ ગ્લાસ લગાવી દેતાં વેન્ટીલેશનનો અભાવ
- કોઈ પણ ક્લાસરૂમમાં ફાયર એક્સટિંગ્વિશર નથી
- ફાયર એલાર્મ અને ફાયર ડીટેક્ટર સિસ્ટમ નથી
મૃતકો નામ
- ખુશાલી કિરીટભાઈ કોઠડીયા(ઉ.વ.17)
- ક્રિષ્ના સુરેશભાઈ ભીકડીયા (ઉ.વ.21)
- રૂદ્ર ઈશ્વરભાઈ ડોંડા (ઉ.વ.18)
- એશા રમેશભાઈ ખંડેલા(ઉ.વ.17)
- જાન્વી ચતુરભાઈ વસોયા(ઉ.વ.17)
- મિત દિલીપભાઈ સંઘાણી(ઉ.વ.17)
- હસ્તી હિતેશભાઈ સુરાણી(ઉ.વ.18)
- ઈશા કાન્તીભાઈ કાકડીયા(ઉ.વ.15)
- અંશ મનસુખભાઈ ઠુંમર(ઉ.વ.18)
- જાન્વી મહેશભાઈ વેકરીયા(ઉ.વ.17)
- વંશવી જયેશભાઈ કાનાણી(ઉ.વ.18)
- કૃતિ નિલેશભાઈ દયાળા (ઉ.વ.18)
- દ્રષ્ટી વિનુભાઈ ખૂંટ (ઉ.વ.18)
- રૂચી રમેશનભાઈ બલર (ઉ.વ.17)
સારવાર હેઠળ સ્પાર્કલ હોસ્પિટલ
- ખુશાલી
- જ્યોષના
- દર્શન
- જતિન
- વૃતિ
- હર્ષ પરમાર
- મયંક રંગાણી
સારવાર હેઠળ પી.પી. સવાણીમાં
- આદેશ
- રૂષિત
- ઉર્મિ
- રૂચા
- ભગવતીભાઈ આસોદરીયા
- રૂચી
- હેતલ
- કેયુર
- આઝાદ
- ધ્રુવી
કિરણ હોસ્પિટલ
- હેપી
- ધ્રુવી
- ત્રિશા
સ્મીમેર હોસ્પિટલ
- સુનિલ ભુપતભાઈ ખોડીકાર
- વિક્રમસિંહ ઉમરાવસિંહ
- સાગર કાનજીભાઈ સોલંકી
- દિપક સુરેશભાઈ શાહ