સુરતમાં નોકરીની લાલચ આપી પરિણીતાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું, વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી વારંવાર મહિલાનો દેહ ચૂંથતો રહ્યો

એચઆઈવી જાગૃતિ માટે એક મહિલા સાથે પાર્ટટાઈમ કામ કરતી ત્રણ સંતાનોની 38 વર્ષીય માતાને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી અપાવવાના બહાને હોટલમાં લઈ જઈ મોટા વરાછાના રત્નકલાકાર યુવાને દુષ્કર્મ આચરી તે સમયે પાડી લીધેલા ફોટા ફરતા કરવાની અને પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપી બાદમાં પરિણીતા સાથે અનેકવાર બળજબરી કરી હોવાની ફરિયાદ થઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરની વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકાર પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી 38 વર્ષીય મનિષા ( નામ બદલ્યું છે ) હાલ રત્નકલાકાર તરીકે કામ કરે છે. અગાઉ તે એચઆઈવી જાગૃતિ માટે એક મહિલા સાથે રૂ.3 હજારમાં પાર્ટટાઈમ કામ કરતી હતી ત્યારે એક વર્ષ અગાઉ તે કાપોદ્રા મરઘાં કેન્દ્ર પાસેની સત્યનારાયણ સોસાયટીમાં એચઆઇવી જાગૃતિ માટે ગઈ હતી. તે સમયે ત્યાં આવેલા આરોપી નિલેશ લાઠીયા ( ઉ.વ.23, રહે.ફ્લેટ નં. 406, બિલ્ડીંગ નં.બી/2, સાંઇ શ્રધ્ધા રેસીડન્સી, સૌરાષ્ટ્ર રેસીડન્સીની બાજુમાં, સુદામા ચોક, મોટા વરાછા, સુરત ) સાથે પરિચય થયો હતો. રત્નકલાકાર નિલેશે કામ ધંધા અંગે પૂછતાં મનિષાએ પોતાની પાર્ટટાઈમ નોકરી અને તેમાં મળતા ઓછા પગારની વાત કરી હતી.

મનિષાની આર્થિક સંકળામણ અંગે જાણી લીધા બાદ નિલેશે હીરાના કારખાનામાં 25 થી 30 હજારના પગારની નોકરી અપાવવાની વાત કરતા બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. તેના 10-15 દિવસ બાદ નિલેશે કતારગામમાં જ્યાં નોકરી કરતો હતો ત્યાં હીરાના કારખાનામાં મેનજરની નોકરી ઉપર આવી જવા કહ્યું હતું પણ મનિષાએ ઇન્કાર કર્યો હતો. તેમ છતાં તે અવારનવાર ફોન કરતો હતો અને પછી પતિના પગાર, પાર્ટટાઈમ નોકરીના પગારમાં ઘર કઈ રીતે ચલાવો છો તેવી વાતો કરીને મનિષાને નોકરીએ જવા તૈયાર કરી હતી.

ત્યારબાદ નિલેશે નોકરી માટે શેઠ સાથે વાત કરવાની છે તેમ કહી પરિણીતાને યોગીચોકની એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. તેના ત્રણ દિવસ બાદ નિલેશે મનિષાને ફોન કરી દુષ્કર્મ સમયે પાડી લીધેલા ફોટા ફરતા કરવાની ધમકી આપીને બસ સ્ટેશન બોલાવી હતી અને ત્યાંથી ભરૂચ નજીકના એક ગામમાં પોતાની બહેનના ઘરે લઈ ગયો હતો. જ્યાં પણ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આમ અવારનવાર નરાધમ લોહી ચાખી ગયેલા વાઘની જેમ પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. એટલું જ નહીં પતિ અને બાળકોને મારી નાખવાની અને ફોટા વાયરલ કરવાની તેમજ ફોટાને મહિલાની સોસાયટીની આજુબાજુમાં લગાવી દઈ બદનામ કરવાની ધમકી આપી નિલેશ બ્લેકમેઇલ કરતો હોય છેવટે મનિષાએ કંટાળીને સરથાણા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશની ધરપકડ કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો