સુરતમાં વેલેન્ટાઈન્સ ડેના દિવસે કરુણ ઘટના બની: યુવક-યુવતીનું અકસ્માતમાં મોત, છ મહિના પહેલા થઈ હતી સગાઈ
કાલે વેલેન્ટાઈન્સ ડે (Valentine’s Day) હતો અને યુવક યુવતીઓ ઉજવણી કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. જોકે, કાલના દિવસે સુરતમાં (surat) એક કરુણ ઘટના બની હતી. અહીં નવા જીવનની શરુઆત થાય એ પહેલા જ યુવક યુવતી યમલોક પહોંચી ગયા હતા. વેલેન્ટાઇન્સના દિવસને લાઇન યુગલો વેલેન્ટાઈનને ઉજવણી કરવામાં પોતાના જીવન સાથી સાથે બહાર નીકળતા હોય છે ત્યારે સુરતના યુવક-યુવતીને અકસ્માત નડતાં બન્નેના મોત થયા છે. સુરતમાં મોપેડ પર જતા યુવક-યુવતીને ડમ્પરે અડફેટે લેતા બન્નેના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે યુવક યુવતીની છ મહિલા પહેલા સગાઈ થઈ હતી. વેલેન્ટાઈનને ઉજવણીના ભાગરૂપે ફરવા નીકળેલા સુરતના ગભેણી ગામ વાડી ફળિયામાં રહેતો સંતોષ રણછોડ ખલાસી અને તેના જીવનસાથી સાથે મોપેડ બાઈક લીને જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમરાડ નજીક ડમ્પરના ચાલકે મોપેડ સવાર યુવક-યુવતીને અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બન્ને પરિવારના એકના એક દીકરા-દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ મૃતક યુવક યુવતીઓ સગાઈ કરીને 6 મહિના જ થયા હતા. નવા જીવનની શરૂઆત કરવાના હતા. બન્ને પરિવારના એકના એક દીકરા-દીકરી હતા. બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે ઘટના બાદ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
વિધવા માતાનો એકનો એક દીકરો અને બે પરિણીત બહેનોનો એકનો એક ભાઈ હતો. સંતોષ ડાઇંગ મિલની લેબમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. માતા પુત્રના મોતના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડી છે. 6 મહિના પહેલા પુત્રની સગાઇ કરી લગ્નની તૈયારી ચાલી રહી હતી.
સામાન્ય પરિવારમાંથી આવતા બન્ને પરિવારના એકના એક સંતાનના મોતને લઈ આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ટ્રકને ઝડપી પગાર થઈ ગયો હતો ત્યારે પોલીસ હવે આ ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડવા માટે ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો છે”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..