સુરતની સોસાયટી બહાર લાગ્યા વિધર્મીઓ વિરૂદ્ધના બેનરો:- સાવધાન! વિધર્મી લોકોને મકાન કે દુકાન ભાડે ન આપવા માટે અપીલ કરાઈ
સુરત શહેર (Surat City)ના વરાછા વિસ્તારમાં બેનરો લાગ્યા છે જેમાં વિધર્મી લોકોને વસવાટ અને વ્યવસાય માટે મકાનો ન આપવા માટે અપીલ કરાઈ છે. આ બેનરો (લગાડવા પાછળ એવું પણ તર્ક આપવામાં આવ્યું છે કે, વિધર્મી (Heretical) લોકો દ્વારા યુવતીઓને ભગાડવાની ઘટનાઓ લઈને બેનરો લગાવ્યા છે.
સુરત શહેર (Surat City)ના વરાછા વિસ્તારમાં બેનરો લાગ્યા છે જેમાં વિધર્મી લોકોને વસવાટ અને વ્યવસાય માટે મકાનો ન આપવા માટે અપીલ કરાઈ છે. આ બેનરો (લગાડવા પાછળ એવું પણ તર્ક આપવામાં આવ્યું છે કે, વિધર્મી (Heretical) લોકો દ્વારા યુવતીઓને ભગાડવાની ઘટનાઓ લઈને બેનરો લગાવ્યા છે. જોકે બહાર રાજ્યમાંથી આવી ઓળખ છુપાવી રહેતા લોકોથી સાવધાનની અપીલ કરાઈ છે.
જોકે છેલ્લા ઘણા સમયથી બનતી ઘટનાઓ લઈ બેનરો લાગ્યા હોવાની વાત સામે આવી છે. જે દુકાન કે મકાનમાં રહેતા આવા લોકોને તાત્કાલિક ખાલી કરાવવા અપીલ કરાઈ છે. જોકે સોસાયટીના પ્રમુખ અને રહીશો પણ આ બાબતે અજાણ હોવાનું કહી રહ્યા છે. સાવધાન રહો..સાવધાન….સાવધાનના બેનરો શુ કામ લગાડવામાં આવ્યા છે.
સુરતની સોસાયટીના ગેટ પાસે બોર્ડ લગાવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે સોસાયટીના તમામ લોકોને જણાવવામાં આવે છે કે આપણા વિસ્તારમાં કોઈપણ વિધર્મી લોકોને રહેવા માટે કે ધંધો કરવા માટે ભાડેથી મકાન કે દુકાન ભાડે આપવી નહી. આ વિધર્મીઓ સાથે આપણી બહેન દિકરીની સલામતી નથી. વધુમાં લખવામાં આવ્યું છે લવ જેહાદ કરીને હિન્દુ બહેનોને ભગાડી જાય છે. આ બધા વિધર્મી લૂંટ, હત્યા, બળાત્કાર જેવા ગુનાઓ કરીને બીજા રાજ્યોમાંથી તડીપાર થઈને અહીં કામધંધો કરવા ઓળખ છુપાવીને રહેતા હોય છે. સોસાયટી માંથી જો કોઈપણ લોકોએ વિધર્મીઓને મકાન કે દુકાન ભાડેથી આપી છે. તેઓ તાત્કાલીક ખાલી કરાવે નહીંતર કોઈપણ ખરાબ ઘટના બનશે અને તેમની સંપત્તિને નુકશાન થશે તો જવાબદારી તેમની પોતાની રહેશે.
જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી ખરાબ ઘટનાઓ બને છે. આ નિર્ણય સોસાયમાં સર્વાનુમત લેવાયેલા છે.. જોકે પહેલા પણ આ પ્રકારના બેનર લાગતા હતા પણ ગ્રીષ્મા વેકરીયાની હત્યાાા બાદ જે પ્રકારે બેનરો લાગ્યા છે તેને લઈને હવે ફરી એક વખત વિવાદ વધતો જોવા મળી રહ્યો છે પાટીદાર વિસ્તારોમાં આ પ્રકારના બેનરને લઈને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે ત્યારે આ વિવાદ હવે રાજકારણ સાથે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..