સુરતમાં ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરોની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ, ડ્રાઇવર મરણ પથારીએ પહોંચી ગયો

નવી સિવિલ હોસ્પિટલમાં પરપ્રાંતિય મૃતકોને એબ્યુલન્સમાં વતનમાં લઇ જવા માટેની હરીફાઇમાં ખાનગી એબ્યુલન્સના સંચાલકો વચ્ચે વારંવાર માથાકુટ અને જીવલેણ હુમલાઓ થયા છે. ત્યારે આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ખુની હુમલો કરાયો હતો. ખાનગી એબ્યુલન્સના ધંધાની અદાવતમાં ભેગા મળીને હરીફોએ ડિંડોલીના મરાઠી યુવક ઉપર ધારદાર ચપ્પ અને સ્ટીલ તથા લાકડાના ફટકા વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ યુવક હાલ નવી સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યો છે.

નવાગામ ડિંડોલી સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ગણેશ અશોક સીરસાઠ હાલ નવી સિવિલ હોસ્પિટલમાં તેના ભાઇ સાથે ખાનગી એબ્યુલન્સનો ધંધો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ પોસ્ટમોર્ટમ રૂમ સામે ખાનગી એબ્યુન્સનો વ્યવસાય કરતા ડ્રાઇવરો સાથે ગ્રાહકો મેળવવા માટે ઝઘડા થતા આવ્યા છે.

પરપ્રાંતીયોમાં કુદરતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહને લઇ જવાની હરીફાઈ ચાલતી હોય છે. મૃતદેહોને એબ્યુલન્સમાં લઇ જવા માટે ભાવના મુદ્દે માથાકુટ થતી હોય છે. ગયા સપ્તાહે જ નવી સિવિલ હોસ્પિટલમાં ખાનગી એબ્યુલન્સના સંચાલકો વચ્ચે મારામારી થઇ હતી. જો કે આ મામલે સિવીલ હોસ્પિટલના વહીવટી તંત્ર કે સિક્યુરીટી સ્ટાફ ખટોદરા પોલીસે દરકાર કરી ન હતી.

એ પછી જુની અદાવતમાં આજે રવિવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં ગણેશ સીરસાઠ પોતાની ખાનગી એબ્યુલન્સ લઇને સિવિલ કેમ્પસમાં આવી રહ્યો હતો. ત્યારે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસના ટનિંગમાં ઉપર અન્ય ખાનગી એબ્યુલન્સના સંચાલક જીતેન્દ્ર કાળા ઉર્ફે જીતુ માછી સહિતના ચાર જણાએ ભેગા મળીને ગણેશ ઉપર તુટી પડ્યા હતા. ચારેય જણાએ રેમ્બો છરા અને લાકડા તથા સ્ટીલના ફટકા વડે ગણેશને માથાના ભાગે, પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યા હતા.

આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયક અને નસિંગ આગેવાન ઇકબાલ કડીવાલા સહિતના આગેવાનો ટ્રોમા સેન્ટર ઉપર દોડી આવ્યા હતા. એ પછી ખટોદરા પોલીસને જાણ કરાતા પીઆઇ સહિતનો પોલીસ કાફલો નવી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. આ બનાવમાં ગણેશ આઇસીયુમાં સારવાર છે. તેની હાલત કટોકટ હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું છે. જયારે જીતુને પડખાના ભાગે ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો