સુરતમાં યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી તરછોડી દેતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
સુરતમાં લગ્ન પછીના પ્રેમનો કરું અંજામ આવ્યો છે.’ મારો પીછો છોડ, મારે કોઈ સંબંધ રાખવો નથી, કહી પરિણીત પ્રેમિકાને બે માસનો ગર્ભ રહી જતાં યુવકે તરછોડી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ આઠ દિવસ પહેલાં પ્રેમિકાના ઘરે જઈ ધાક ધમકી આપતાં 21 વર્ષની પરિણીત પ્રેમિકાએ પિયરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલમાં દાખલ કરાઈ છે. પીડિત પિતાએ કહ્યું હતું કે યુવક છેલ્લે સુધી નિકાહ કરવાની વાત કરી પરિણીત દીકરી સાથે રમતો રહ્યો અને ગર્ભ રહી જતાં તરછોડી દીધી, હવે મારી દીકરી પાસે મરવા સિવાય કોઈ રસ્તો જ નથી રહ્યો.
મહિલાને દાખલ કરાઈ
ડો. તેજસ પટેલ (મેડિકલ ઓફિસર,સિવિલ)એ જણાવ્યું હતું કે એક 21 વર્ષીય મહિલા ઝેરી દવા પીધેલી હાલતમાં લવાય હતી. તપાસમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં પરિણીત હોવાનું અને પ્રેમીએ દગાબાજી કરી તરછોડી દેતાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ તેને દાખલ કરાઈ છે, તબિયત સાધારણ છે.
પાંચ વર્ષ પહેલા નિકાહ થયેલા
પીડિત પિતાએ કહ્યું હતું કે દીકરીના નિકાહને 5 વર્ષ થયાં છે. જોકે કોઈ સંતાન નથી. રવિવારના રોજ સાંજે દીકરી સાસરેથી ઘરે આવી હતી. ત્યાર બાદ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં જ તેને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં, જ્યાં દીકરીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતાં હોંશ ઊડી ગયા હતા. પૂછપરછમાં દીકરીએ જણાવ્યું હતું કે હાસિમે મને ગર્ભવતી બનાવી છે. હવે નિકાહ કરવાની ના પાડે છે. મારે જીવવું નથી.
લગ્નની લાલચ આપી રમત રમ્યો
શ્રમજીવી પરિવાર માનદરવાજા વિસ્તારમાં રહેતા હાસિન નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી છે. લગભગ એક દોઢ વર્ષથી દીકરીને તારી સાથે જ નિકાહ કરીશ. હું કહું એટલે તારા પતિને તલાક આપી દેજે, કહી ફોસલાવી રમી રહ્યો હતો. એટલું જ નહીં, પણ આ બાબતની જાણ થતાં મેં દીકરીને સમજાવી પણ હતી. જોકે દીકરીએ હાસિમ સાથે જ સંસાર માંડવો હતો, એટલે મેં તેને પણ સમજાવ્યો હતો. જોકે એ સમયે હાસિમે મારા ભાઈના નિકાહ થઈ જાય, એટલે હું તમારી પરિણીત દીકરી સાથે નિકાહ કરી લઈશ. બસ, હું કહું ત્યારે તમે દીકરીના તલાક લઈ લેજો. આવું કહી વિશ્વાસ આપ્યો હતો. ત્યાર બાદ તેના ભાઇના નિકાહ થઈ ગયા બાદ હાથ ઊંચા કરી લીધા હોવાનું પિતાએ કહ્યું હતુ.
ધાક ધમકી અપાતી
પરિણીત પ્રેમિકાને ગર્ભ રહી ગયો હોવાની જાણ બાદ આઠ મહિના પહેલાં હાસિમ તેના ટપોરી મિત્રો સાથે મારી દીકરીના સાસરે પણ ગયો હતો. ધાક ધમકી આપી પીછો છોડી દેવા કહી રહ્યો હતો. એટલું જ નહીં, પણ મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. હવે ફોન ન કરીશ, કહેતા દીકરી હતાશ થઈ ગઈ હતી, એટલે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મારી દીકરીની જિંદગી બરબાદ કરનારને સજા મળવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..