સુરતની 19 વર્ષીય મૈત્રી પટેલ બની ભારતની સૌથી નાની વયની પાયલોટ, અમેરિકામાં ટ્રેનિંગ લઈને કમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું
ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. અમેરિકામાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી તેણીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ 24મી ઓગસ્ટને મંગળવારે સવારે સુરત પહોંચશે. જ્યાં પરિવારજનો દ્વારા તેણીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાશે.
કહેવાય છે કે મન હોય તો માણવે જવાય, આ કહેવતને સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી છે. ખેડૂત પરિવારની દીકરીએ નાનપણથી જ પાયલોટ કરવાની ઇચ્છા હતી. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની સેવન-ડે શાળામાં અભ્યાસ કરવા સાથે તેણી મુંબઇ જઇને પાયલોટની ટ્રેનિંગ અને અભ્યાસ કરતી હતી.
ધોરણ-12 સાયન્સ સુરતની સ્કૂલમાંથી પૂરું કર્યા બાદ પાયલોટના અભ્યાસ-ટ્રેનિંગ માટે તેણી અમેરિકા ગઇ હતી. જ્યાં 11 મહિનાના ટૂંક સમયગાળામાં કમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતાં અમેરિકાએ તેણીને કમર્શિયલ વિમાન ઉડાવવાનું લાઇસન્સ આપી દીધું હતું. આ સાથે જ સુરતની આ 19 વર્ષીય મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હતી. તેણીની પિતા કાંતિલાલ પટેલે દાવો કરતાં જણાવ્યું કે, ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી.
પાયલોટ બાદ હવે મારે નાની ઉંમરે કેપ્ટન બનવું છે: મૈત્રી પટેલ
નાની ઉંમરે કમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યા બાદ હવે નાની વયે કેપ્ટન બનવાનું સપનું પૂરું કરવું છે. બોઇંગ જેવા મોટા વિમાન ઉડાડવું લાઇસન્સ મેળવી નવી ઊંચાઇએ પહોંચવું છે. ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરીશ.
18 મહિનાની ટ્રેનિંગ 11 મહિનામાં જ પૂરું કરી
સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિનાની ટ્રેનિંગ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 18 મહિનામાં ટ્રેનિંગ પૂરું નહીં કરે તો ૬ મહિના લંબાવવામાં આવે છે, એટલે કે 02 વર્ષે ટ્રેનિંગ પૂરી કરે છે. પરંતુ મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ 11 મહિનાના ટૂંક ગાળામાં પૂર્ણ કરી પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતમાં વિમાન ઉડાડવા અભ્યાસ-ટ્રેનિંગ લેવી પડશે
અમેરિકામાં અભ્યાસ-ટ્રેનિંગ પૂરી થતાં અમેરિકામાં કમર્શિયલ વિમાન ઉડાડવા માટે મૈત્રી પટેલને પાયલોટનું લાઇસન્સ મળી ગયું છે. ટ્રેનિંગ પૂરી કરી મૈત્રી 24મીને મંગળવારે સવારે સુરતની ધરતી પર પગ મૂકશે. જોકે, તેણીએ ભારતમાં વિમાન ઉડાડવા માટે અહીંયાના નિયમો અનુસાર ટ્રેનિંગ-અભ્યાસ કરવો પડશે. અહીંયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેને ભારતમાં પણ વિમાન ઉડાડવા લાઇસન્સ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..