ગરીબ પરિવારનો બૂટ પોલિશ કરતો છોકરો બન્યો ‘ઈન્ડિયન આઈડલ’, આટલા લાખના ઈનામો મળ્યા

ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા માંગવા પણ જતી હતી. આ દૃશ્ય જોઈને સનીને ખુબ ખોટું લાગ્યું હતું.

સની હિન્દુસ્તાનીને 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું. તેમજ ભૂષણ કુમારે તેને ટી-સિરીઝમાં આગળની ફિલ્મમાં ગાવા માટે કોન્ટ્રાક્ટ પણ આપ્યો. સાથે જ એક ટાટાની નવી કાર એલ્ટ્રોજ મળી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન આઈડલ 11નો ફિનાલે સરસ રીતે ખત્મ થયો હતો. સંગીતના આ મહાસંગ્રામમાં મહારથીઓની વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. તેમજ આ વખતે સપોર્ટ કરવા માટે સ્પર્ધકોના માતા-પિતા પણ શોમાં હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સની પછી પ્રથમ અને બીજા રનરઅપને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પહેલા રનરઅપ તરીકે રોહિત રાઉત અને બીજા નંબરે ઓંકાના મુખર્જીએ બાજી મારી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં દરેક સ્પર્ધકે એકદમ જોશ સાથે પરફોર્મ કર્યું હતું. ઈન્ડિયન આઈડલના પાંચ ટોપ કંટેસ્ટેંટની વાત કરીએ તો, ભટિંડાના સન્ની હિન્દુસ્તાની, લાતૂરના રોહિત રાઉત, અમૃતસરના રિધમ કલ્યાણ, કલકત્તાના અદ્રિજ ઘોષ અને ઓંકના મુખર્જીએ જગ્યા બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો