Sukanya Samriddhi Yojana (SSY): સરકાર જે સ્કીમ્સમાં આપે છે સૌથી વધારે વ્યાજ, તેમાથી એક છે આ સ્કીમ, માત્ર 250 રૂપિયા આપી સુરક્ષિત કરો તમારી દિકરીનું ભવિષ્ય

સરકારે દીકરીઓના ઉચ્ચ ભણતર અને લગ્ન સમયે આર્થિક સંકડામણ ન થાય તે માટે 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરી હતી. જેમા શરૂઆતમાં ખાતુ ખોલાવવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતા. હવે મોદી સરકારે આ યોજનાના નિયમોમાં બદલાવ કર્યા છે. હવે આ એકાઉન્ટને માત્ર 250 રૂપિયાથી ઓપન કરી શકાય છે. સરકાર દર ત્રણ મહિને યોજનામાં મળતા ઇન્ટરેસ્ટ રેટને રિવાઇઝ્ડ કરે છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વોટરમાં તેનું ઇંટરેસ્ટ રેટ 8.1% નક્કી કરવામાં આવ્યું હતું.

શું છે ખાસ

– બાળકીના નામ પર તેના જન્મથી લઇને 10 વર્ષ સુધીમાં માતા-પિતા આ એકાઉન્ટ શરૂ કરાવી શકે છે
– એક પુત્રીના નામ પર એક જ એકાઉન્ટ ઓપન થઇ શકે છે. અને માતા-પિતા મહત્તમ બે એકાઉન્ટ જ ઓપન કરી શકે છે.
– આ એકાઉન્ટને પોસ્ટ ઓફિસ અને બેન્કમાં ઓપન કરી શકાય છે.

– એકાઉન્ટ ઓપન કરાવતી વખતે બાળકીનું જન્મનું પ્રમાણ-પત્ર, આઇડેન્ટિટિ પ્રૂફ અને રેસિડેંટ પ્રૂફ જમા કરાવવાનું રહે છે.
– મિનિમમ 250 રૂપિયાની ડિપોઝિટ દર વર્ષે કરાવવી જરૂરી છે.
– એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી શકાય છે. દર મહિને અથવા વર્ષે એક જ વારમાં પૈસા મજા કરી શકાય છે.

– એકાઉન્ટ ઓપન થવાની તારીખથી લઇને 14 વર્ષ સુધી ડિપોઝિટ કરવાની રહેશે.
– બંધ થયેલા એકાઉન્ટને પણ 50 રૂપિયા પ્રતિવર્ષ હિસાબથી પેનલ્ટી ભરીને ઓપન કરાવી શકાય છે.
– આ એકાઉન્ટ દ્વારા લોન લઇ શકાતી નથી.

1 હજાર નહીં હવે વર્ષભરમાં જમા કરાવો માત્ર 250 રૂપિયા, મળશે આટલું વધારે વ્યાજ

આ વાતોનું રાખવું ધ્યાન

– 21 વર્ષ બાદ એકાઉન્ટ બંધ થઇ જશે અને તેની રકમ ગાર્ડિયનને મળી જશે. જો પુત્રીના લગ્ન 18થી21 વર્ષની વચ્ચે થઇ જાય છે તો એકાઉન્ટ તે જ સમયથી બંધ થઇ જશે. પ્રીમિયમ જમા કરાવવામાં લેટ થશે તો 50 રૂપિયાની પેનલ્ટી લાગે છે. વાલી પોતાની બે બાળકીના એકાઉન્ટ ખોલાવી શકે છે.

– ટ્વિન્સ હોવા પર તેનું પ્રૂફ આપીને ત્રીજુ એકાઉન્ટ ખોલાવી શકાય છે. ખાતાને તમે ક્યાય પણ ટ્રાંસફર કરી શકો છો. ઉદાહરણ અનુસાર, 2018માં કોઇ વ્યક્તિ 1000 રૂપિયા મહિનેથી એકાઉન્ટ ઓપન કરાવે છે તો તેને 14 વર્ષ સુધી એટલે કે વર્ષ 2031 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. 14 વર્ષમાં 1.68 લાખ રૂપિયા જમા થઇ જશે. 2018માં આ યોજનાનું વ્યાજ દર 8.1% છે. આ દર પ્રમાણે બાળકી 21 વર્ષની થશે ત્યારે તેના એકાઉન્ટમાં 527,036.12 રૂપિયા જમા થઇ જાય છે.

– આ યોજનામાં 21 વર્ષ પુરા થયા બાદ જ પૈસા મળે છે, પરંતુ 18 વર્ષની ઉંમર પુરી થયા બાદ અંદાજિત 50%ની રકમ સારી શિક્ષા અથવા લગ્ન માટે ઉપાડી શકાય છે.

– આ યોજનામાં જમા કરવામાં આવતી રકમ આઇટી અધિનિયમની ધારા 80c હેઠળ ટેક્સ ફ્રી હોય છે. યોજનામાં રકમ જમા કરાવવા માટે કેસ અથવા ચેકનો ઉપયોગ કરી શકાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો