દિકરીના નામે આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, મળશે બેસ્ટ રિટર્ન. ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’
એક સમય હતો જયારે લોકો મોટા ભાગે પુત્રના નામે પૈસાનું સેવિંગ કરતા હતા. જોકે હવે રીત બદલાઈ ગઈ છે. કારણ કે છોકરીના નામથી કરેલું સેવિંગ તમને કરોડપતિ બનાવી શકે છે. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃધ્ધિ સ્કીમ તમને આ તક આપી રહી છે. પુત્રીની ઉંમર 10 વર્ષની થાય ત્યાં સુધી આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેનાથી તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ વધશે, સાથે જ ટેકસમાં પણ છુટ મળશે. તમારી પુત્રી 21 વર્ષની થવા પર આ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે. જો તમે દર વર્ષે આ એકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા છે તો મેચ્યોરિટી પર તમને 68 લાખ રૂપિયાથી પણ વધુ રકમ મળશે.
14 વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા ભરવાથી ર૧ વર્ષે ૬,૩ર,૦૦૦ રૂપિયા જેટલી રકમ મળી શકેઃ ગરીબ, મધ્યમ વર્ગ, કે તવંગર, તમામ માટે નાની બચત દ્વારા લાંબા ગાળે મોટી રકમ મેળવી દીકરીનું સમૃધ્ધ ભાવિ ઘડવાની તકઃ નાણાંની સલામતિ, ઊંચો વ્યાજદર, તથા ટેકસ ફ્રી રોકાણ સહિતના જમા પાસાઓ ધરાવતી કેન્દ્ર સરકારની યોજના
“બેટી બચાવો, બેટી પઢાવો” ઝુંબેશને વેગ આપવા, તથા પુત્રીને ઉચ્ચ શિક્ષણ અપાવવા, ઉપરાંત તેના લગ્ન સમયે આર્થિક રીતે મદદરૂપ થતી ”સુકન્યા સમૃધ્ધિ યોજના” ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ર ડીસેં.૨૦૧૪ના રોજ ફાઇનાન્સ મિનીસ્ટ્રીના પરિપત્ર ક્રમાંક ઞ્.લ્.ય્. ૮૬૩ (ફૂ) દ્વારા ખુલ્લી મુકવામાં આવી.
આ યોજના મુખ્યત્વે ગરીબ, મધ્યમ વર્ગ ઉપરાંત તવંગરો માટે પણ નાની બચત દ્વારા લાંબા ગાળે મોટી રકમ મેળવવામાં ખૂબ ઉપયોગી છે જેમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતી બાળકીના નામે લ્ગ્ત્ સહિક નક્કી કરેલી બેંકો તથા પોસ્ટ ઓફિસની શાખાઓમાં ભારતમાં કોઇપણ સ્થળે ખાતુ ખોલાવી શકાય છે. તેમજ જરૂર પડયે બીજા શહેર કે ગામમાં ટ્રાન્સફર પણ કરાવી શકાય છે. જે માટે ખાતુ ખોલાવતી વખતે કન્યાની જન્મતારીખનો આધાર આપવાનો રહે છે.
ઉપરોકત યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા ભરવાના રહે છે. બાદમાં એકસો રૂપિયાના ગુણાંકમાં ગમે તેટલી રકમ જમા કરાવી શકાય છે જે વાર્ષિક ઓછામાં ઓછા એક હજાર રૂપિયા થવી જરૂરી છે. તથા મહતમ મર્યાદા વાર્ષિક ૧,૫૦,૦૦૦-(રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા) છે ખાતામાં નાણાં ભરવાની મુદત ૧૪ વર્ષ સુધીની છે જે પૂરી થયા બાદ ૭ વર્ષ સુધી એટલે કે ૨૧માં વર્ષ સુધી ખાતામાં પડી રહે છે. બાદમાં તમામ રકમ વ્યાજસહિત પરત મળે છે.
આ ખાતાની વિશેષતા એ છે કે તેમાં ૨૦૧૫-૧૬ના નાણાંકિય વર્ષ માટે ૯.૨ ટકા વ્યાજદર નક્કી કરાયો છે જે બંેકો તથા પોસ્ટ ઓફિસોમાં પ્રવર્તમાન ૭.૫૦ થી ૮.૪૦ ટકા કરતા વધારે છે. જે ભ્ભ્જ્ એકાઉન્ટની માફક દર વર્ષે ભારત સરકારના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ફેરફારને આધીન છે. તેમજ ભ્ભ્જ્ એકાઉન્ટની માફક જ ખાતામાં જમા પડેલી રકમ ઉપર વ્યાજ જમા થતુ રહે છે.
બીજી વિશેષતા એ છે કે ખાતામાં જમા કરાવાતી તમામ રકમ એટલે કે વધુમાં વધુ ૧,૫૦,૦૦૦ રૂપિયા ઇન્કમ ટેક્ષ એકટ મુજબ કલમ ૮૦ સી હેઠળ ટેકસ ફ્રી છે તથા પાકતી મુદતે પણ મળતી તમામ રકમ ઉપર ટેકસ ભરવાનો થતો નથી.
ત્રીજી વિશેષતા એ છે કે ખાતેદાર ૧૮ વર્ષની ઉમર પુરી કરે ત્યારે ધારે તો ઉચ્ચ શિક્ષણ માટે અડધી એટલે કે પચાસ ટકા રકમ ઉપાડી શકે છે. અથવા લગ્ન થઇ જાય તો ખાતુ બંધ કરાવી દઇ તમામ રકમ ઉપાડી લેવાની રહે છે.જે માટે લગ્નની એફિડેવિટ સહિતના પુરાવાઓ રજુ કરવાના રહે છે.
ચોથી વિશેષતા એ છે કે ખાતાની મુદત પુરી થયા પછી એટલે ૨૧ વર્ષ પછી પણ ખાતેદાર ધારે તો ખાતુ ચાલુ રાખી શકે છે. જેમાં રહેલી રકમ ઉપર પ્રવર્તમાન દરે વ્યાજ મળવાનું ચાલુ રહે છે.
ખાતુ ખોલાવતી વખતે આપવાના થતા દસ્તાવેજઃ
(૧) બાળકીની જન્મતારીખનો આધાર
(૨) માતા-પિતા કે વાલીનું ઓળખપત્ર
(૩) માતા-પિતા કે વાલીનું સરનામું
સગીર પુત્રીના નામે ખાતુ ખોલવામાં આવતુ હોવાથી તેની લેવડ દેવડ વાલી દ્વારા થશે. જયારે પુત્રી ૧૦ વર્ષની થાય અથવા ૧૮ વર્ષની પુખ્ત થયા પછી તથા પાકતી મુદતે ખાતાની લેવડ દેવડ પુત્રી દ્વારા થશે.
એક પરિવાર દીઠ વધુમાં વધુ ૨ ખાતા ખોલાવી શકાય છે જે બંનેમાં મળી વાર્ષિક વધુમાં રૂપિયા ૧,૫૦,૦૦૦- ભરી શકાય છે. અમુક બેંકોમાં ઓનલાઇન પેમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
યોજના બેંકો તથા પોસ્ટ ઓફિસો માટે જંગી થાપણ ભેગી કરી દેનારી હોવાથી સાથોસાથ સમાજમાં નાની બચતને પ્રોત્સાહિત કરનારી હોવા ઉપરાંત પુત્રીઓ માટે ઉજજવળ ભવિષ્યના નિર્માણ સમાન હોવાથી છેલ્લા ૬ મહિના દરમિયાન તેનો વ્યાપ અનેકગણો વધવા પામ્યો છે.
આ યોજનામાં ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૧૫-૧૬ માટે નક્કી કરાયેલા વ્યાજદર ૯.૨ ટકા મુજબ ખાતુ ખોલવામાં આવે અને તેમાં જો દર મહિને રૂપિયા એક હજાર મળી વાર્ષિક ૧૨૦૦૦-રૂપિયા ભરવામાં આવે તો ઉપરોકત વ્યાજદર મુજબ ૨૧ વર્ષ પછી અંદાજે ૬ લાખ રૂપિયા મળી શકે છે જે ”ટીપે ટીપે સરોવર ભરાય” ઉકિતને સાર્થક કરવા સમાન બની રહે છે.
યોજનાની હાઇલાઇટસ
(૧) ”બેટી બચાવો બેટી પઢાવો” ઝુંબેશને વેગ આપવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી મુકાયેલી સ્કીમ
(૨) ૧૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતી બાળકીના નામે ભારતની કોઇ પણ નક્કી કરેલી બેંક કે પોસ્ટ ઓફિસની શાખામાં ખાતુ ખોલાવી શકાય છે તેમજ જરૂર પડયે અન્ય સ્થળે ટ્રાન્સફર પણ કરાવી શકાય છે
(૩) ખાતામાં ભરવાની થતી રકમ ઓછામાં ઓછી વાર્ષિક એક હજાર રૂપિયા તથા વધુમાં વધુ વાર્ષિક ૧,૫૦,૦૦૦- રૂપિયા જે ભરવાની મુદત ૧૪ વર્ષ સુધી.
(૪) ૧૮ વર્ષની પુત્રી થઇ જાય પછી જરૂર પડયે અડધી રકમ ઉચ્ચ અભ્યાસ માટે ઉપાડી શકાય.
(૫) ૨૧ વર્ષ પૂર્ણ થયે ખાતાની મુદત પૂરી થાય છે પરંતુ ત્યાર પછી પણ ખાતેદાર ધારે તો ખાતુ ચાલુ રાખી શકે છે જેમાં પ્રવર્તમાન દરે વ્યાજ મળવાનું ચાલુ રહે છે.
(૬) પુત્રીના લગ્ન થઇ જાય (૧૮ વર્ષની ઉમર બાદ) તો ખાતુ બંધ કરાવી દેવાનું રહે છે.
(૭) ખાતામાં વાર્ષિકને બદલે માસિક એક હજાર રૂપિયા ભરવાથી ખાતુ ખોલાવ્યાના ૨૧ વર્ષ બાદ અંદાજે ૬ લાખ રૂપિયા મળી શકે છે જે તમામ રકમ ટેકસ ફ્રી છે તેમજ ૧૪ વર્ષ સુધી ભરેલી રકમ પણ કલમ ૮૦ ઘ્ મુજબ ઇન્કમટેકસમાંથી બાદ મેળવી શકાય છે.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ