અજમેરની સુફિયા ભાઈચારોનો સંદેશ આપવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડી, ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ

રાજસ્થાનના અજમેરની અલ્ટ્રા રનર 33 વર્ષની સુફિયા ખાને 87 દિવસમાં 4,035 કિમી દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયાએ થોડા દિવસ પહેલાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દોડી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના 22 શહેરોમાં જઈને અને લોકોને મળવાનો હતો તેમને ભાઈચારો, એકતા, શાંતિ અને સમાનતાનો સંદેશ આપવાનો છે. તાજેતરમાં તેને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું છે.

સુફિયાના જણાવ્યા પ્રમાણે, 100 દિવસમાં દોડ પૂર્ણ કરવાનો હતો તેનો લક્ષ્યાંક હતો. પરંતુ તેણે આ લક્ષ્યાંકને 87 દિવસમાં પૂરો કર્યો. તેણા જણાવ્યા પ્રમાણે, હું મારા મિશન ‘રન ફોર હોપ’ દરમિયાન જે શહેરોમાંથી પસાર થઈ, ત્યાં લોકોએ મને આવકાર આપ્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત તે લોકો મારી સાથે દોડ્યા પણ હતા. સુફિયાના જણાવ્યા પ્રમાણે, તે એક એરલાઈન કંપનીમાં નોકરી કરતી હતી. પરંતુ થોડા સમય બાદ તેણે નોકરી છોડી દીધી, જેથી કરીને તે રનિંગ પર ફોકસ કરી શકે.

તેણે કહ્યું કે, જેમણે મને આ મિશનમાં સાથ આપ્યો અને મારી સાથે ‘મિશન ફોર હોપ’માં જોડાયા એ લોકોની હું આભારી છું. ઉપરાંત જે લોકોએ મને આ દોડ પુરી કરવા માટે પ્રોત્સાહિત કરી અને જે લોકોએ તેમના પરિવારનો ભાગ બનાવી અને પોતાની દીકરીની જેમ રાખી હતી. તેણે કહ્યું કે, ‘હું એ લોકોનો ખૂબ આભારા માનું છું કે જે લોકો ચાલવાની સ્થિતિમાં ન હતા તો પણ મને દોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે મારી સાથે દોડતા હતા તેમજ જેમણે મારી સલામતી સુનિશ્ચિત કરી અને તેમના પોતાના બાળક તરીકે મારી સુરક્ષા કરી તે તમામ લોકોની હું આભારી છું’.

સુફિયા ખાનને જ્યારે ગિનીશ બુક વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ મળ્યું ત્યારે કહ્યું કે, ‘આ મારી એકલીની સિદ્ધિ નથી મારો સાથે આપનાર તમામ લોકોની સિદ્ધિ છે અને હું આ સિદ્ધિ બધાને અર્પણ કરવા માંગુ છું’.

સુફિયાના જણાવ્યા પ્રમાણે, આ દોડ દરમિયાન રસ્તામાં મળનાર દરેક ધર્મ, જ્ઞાતિના લોકોને મળીને તેમને માનવતાનો સંદેશ આપતી હતી. ભારત દેશ વિવિધ ધર્મ અને સંસ્કૃતિથી બનેલો છે. ભૌરિત સુખ પ્રાપ્તિ માટે આજે વ્યક્તિ નૈતિક મૂલ્યો, ભાઈચારો અને પોતાની સંસ્કૃતિથી દૂર જઈ રહ્યો છે જે ભવિષ્ય માટે સારો સંકેત નથી.

2018માં સુફિયાને 16 દિવસમાં 720 કિલોમીટરની સૌથી ઝડપી દોડીને પ્રથમ મહિલા દોડવીર બની હતી. તેમની સિદ્ધિનો આ રેકોર્ડ રેકોર્ડ ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ થઈ ગયો છે. ત્યારબાદ તેમણે પાછળ વળીને જોયું નથી. તેમના પરિવારના સહયોગના કારણે તેમણે જ્યારે આ તક મળે છે ત્યારે તેઓ દેશના ગૌરવ માટે દોડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો