આ પટેલ યુવાને બનાવ્યું સ્માર્ટ એસી, વીજળીના પંખા જેટલું આવશે બિલ

અમદાવાદઃ કોઇપણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી લે તે ગુજરાતી. ગુજરાતીઓની ધંધાકિય કુશળતા તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. આવા જ એક પટેલે શોધ કરી છે સ્માર્ટ એસીની. જે ફફ્ત 400 વોટ પર ચાલે છે. અમદાવાદના રવિ પટેલે જોયું કે ફાઇવ સ્ટાર એસી હોય કે ઇન્વર્ટર એસી, બન્ને પ્રકારના એસીમાં વીજળીના બીલમાં કોઇ મોટો નોંધપાત્ર તફાવત જોવા મળતો નથી. વળી આપણને સામાન્ય રીતે ઠંડક ફકત બેડ પૂરતી જ હોય છે તો શું કામ આખા રૂમને ઠંડો કરવો અને વધારે બીલ ચૂકવવું. આ વિચારે તેમને સ્માર્ટ એર કન્ડીશનર બનાવવા તરફ પ્રેર્યા.

એક વર્ષ પહેલા જ તેમણે Tupik કંપની બનાવી અને સ્માર્ટ 365 એસી બનાવ્યું. Tupikના ફાઉન્ડર રવિ પટેલ જણાવે છે કે દોઢ વર્ષ પહેલા એટલે કે મે 2016મા જ તેમણે સ્માર્ટ એસી બનાવ્યું અને તેની પેટન્ટ ફાઇલ કરી. આ પ્રકારનું એસી દુનિયામાં સૌ પ્રથમ તેમની કંપનીએ બનાવ્યું છે. આ ઇકો ફ્રેન્ડલી એસીને વાઇબ્રન્ટ ગુજરાત 2017માં પણ પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યું હતું અને લોકોનો રિસ્પોન્સ જોતાં તેને કોમર્શિયલી લોન્ચ કરવાનું નક્કી કર્યું.

ELALA.IN ના ફાઉન્ડર દિનેશ શાહ જણાવે છે કે ઇકો ફ્રેન્ડલી આ એસી વિશ્વમાં પ્રથમ છે. જેમાં વીજળીનું માલિક બિલ માત્ર 400 રૂપિયા જેટલું આવે છે. આ એસીની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન કોમ્પેક્ટ છે, અન્ય એસી જેવું નોઇઝી કે પ્રદુષણ ફેલાવતું નથી તેમજ તેની જાળવણીનો ખર્ચ નજીવો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો