સીમા પર દેશની રક્ષા કરતો બીએસએફનો જવાન UPSCની તૈયારી કરીને આ રીતે બન્યો IAS અધિકારી

કહેવાય છે કે જ્યારે ક્યારેક કંઈક પામવાનું ઝુનૂન પેદા થાય છે ત્યારે મુશ્કેલીઓ પણ આપણને નહિંવત લાગે છે. આ મુશ્કેલીઓ વચ્ચે બધા લોકો નીકળીને પોતાનો ધ્યેય નક્કી કરતા હોય છે. એવો જ એક વ્યક્તિ છે જેનુ નામ છે હરપ્રીત સિંહ. હરપ્રીત બોર્ડર સિક્યોરીટી ફોર્સના આ જવાને સિમા પર આપણા દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરતા સંઘ અને લોક સેવા આયોગની તૈયારી કરી. પોતાની ડ્યૂટી નિભાવતા સમયે પણ ભણવામાં ધ્યાન આપીને પાંચમાં પ્રયાસમાં યુપીએસસીની અઘરી મનાતી પરિક્ષા પાસ કરી. એટલું જ નહી, તેમણે દેશના ટોપ 20માં જગ્યા મેળવી લીધી છે.

વર્ષ 2006માં જ્યારે હું બીએસએફમાં આસિસ્ટંટ કમાન્ડરના પદ પર નોકરીમાં જોડાયો હતો. મને ભારત – બાંગ્લાદેશ બોર્ડર પર રાખવામાં આવ્યો હતો. મને આ નોકરી ખુબ જ પસંદ હતી, પરંતુ હું વધારે મહેનત કરવા માંગતો હતો. મારો લક્ષ્ય IAS ઓફિસર બનવાનો હતો. સીમા પર ડ્યૂટી બાદ હું સમય નીકાળીને મારા લક્ષ્યની તૈયારી કરવા માટે લાગી જતો હતો.

દિવસ-રાતના વ્યસ્ત શિડ્યૂલમાં પણ હું ભણવા માટે સમય કાઢી લેતો હતો. દિવસ-રાત હું વાંચતો હતો. મને નોકરીમાંથી થોડો પણ સમય મળતો હું નોટ્સ બનાવવા બેસી જતો હતો. સતત પ્રયાસ કરતો રહેતો હતો. મારો લક્ષ્ય મારા દિમાગમાં સ્પષ્ટ કરી લીધો હતો. એટલા માટે હું મારા લક્ષ્ય પર સટિક રહ્યો.

વર્ષ 2007માં જ્યારે BSFની નોકરી કરી રહ્યો હતો. તે સમયે હું પ્રથમ વાર બાર UPSCની પરિક્ષામાં બેઠો હતો. તે સમયે મેં 454 રેન્ક મેળવ્યા હતા અને ઈન્ડિયન ટ્રેડ સર્વિસમાં મારુ સિલેક્શન થઈ ગયું હતુ.

તે બાદ મેં BSFની નોકરી છોડી દીધી અને ITSની નોકરી જોઈન કરી લીધી. તે બાદ પણ હું તૈયારીઓ કરતો રહેતો અને પરિક્ષા દેતો રહેતો. રેન્ક ન સુધર્યા, પરંતુ વર્ષ 2008માં તે દિવસ આવી જ ગયો કે જેની હું રાહ જોઈ રહ્યો હતો. જી હાં, આ સમયે મેં દેશભરમાં 19મી રેન્ક મેળવી હતી.

જો હરપ્રીતના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતા બિઝનેસમેન છે, જ્યારે તેની માં એક ટીચર છે. તો પોતાની સફળતા વિશે વાત કરતા હરપ્રીત જણાવે છે કે, મને લાગે છે કે આપણે આપણા સપનાને પાછળ ન છોડવા જોઈએ, તે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય સતત મહેનત કરતા રહો.

હરપ્રીતની ટ્રેનિંગ મસૂરીના લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં થઈ. તેમણે ગ્રીન ગ્રોવ પબ્લિક સ્કૂલમાંથી ભણ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સમાં BE ડિગ્રી લઈ લીધી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો