સુરતની વિદ્યાર્થિનીઓએ જ્યોર્જીયા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ડાન્સ કૉમ્પિટીશનમાં વગાડ્યો ડંકો
જ્યોર્જીયાના બાટુમી ખાતે મીનીસ્ટ્રી ઑફ કલ્ચર એન્ડ સ્પોર્ટસ તથા CIOFF દ્વારા ગોલ્ડન ડોલ્ફીન ઇન્ટરનેશનલ કૉમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારત સહીત 11 દેશોએ ભાગ લીધો હતો. 12 થી 17 અને 17 વર્ષથી વધુ ઉંમર એમ બે કેટેગરીમાં યોજાયેલ કૉમ્પિટીશનમાં સુરતના પીપલોદ સ્થિત સીનર્જી આર્ટ્સ સંસ્થાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થિઓએ આ સ્પર્ધામાં બીજો ક્રમ મેળવીને તિરંગો લહેરાવ્યો હતો.
હરીયાણી નૃત્યમાં માર્યુ મેદાન
12 થી 17 વર્ષની કેટેગરીમાં વિદ્યાર્થિનીઓએ હરીયાણવી નૃત્ય રજૂ કરીને સ્પર્ધામાં દ્વિતિય ક્રમે વિજય મેળવ્યો હતો. જ્યારે 17 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં મહારાષ્ટ્રનું જોગવા નૃત્ય રજૂ કરીને સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ગૌરવપૂર્ણ સિધ્ધિ મેળવી દેશનું નામ રોશન કરનાર વિદ્યાર્થિનોઓમાં વિદ્યા ચોરાવાલા, જાહ્નવી ઉપાધ્યાય, ભાગ્યશ્રી સારદે, પ્રતિક્ષા સાવલિયા, ક્રિષ્ણા ત્રિવેદી, વંદના શાહ અને નેહલ લાકડાવાલા સામેલ હતી.
સેરેમનીમાં ડાન્સ રજૂ કર્યો
ઓપનિંગ સેરેમનીમાં વિદ્યાર્થિનીઓએ કથ્થક ડાન્સ રજૂ કર્યો હતો. જ્યારે ક્લોઝીંગ સેરેમનીમાં તમામ દેશોના સ્પર્ધકો પોતાના દેશનો રાષ્ટ્ર ધ્વજ લઈને પરેડ યોજી હતી. ત્યારે ભારતીય રાષ્ટ્ર ધ્વજ હાથમાં લઈ વિદ્યાર્થીનીઓએ ગૌરવની લાગણી અનુભવી હતી. જ્યોર્જીયાના મીનીસ્ટ્રી ઑફ કલ્ચર એન્ડ સ્પોર્ટસના પદાધિકારીયો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. નૃત્યોનું દિગ્દર્શન નૃત્યગુરૂ અમી શામળીયાએ કર્યું હતું.
આ પણ વાંચજો..
- નવસારી પાસે કાર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં સુરતનાં 5 લોકોનાં મોત
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખોરાક માટે “ફેમિલી ફાર્મર અભિયાન”