નડિયાદમાં ધોરણ 11ની પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું કારની ટક્કરે અકસ્માતમાં મોત, શાર્પ ટર્ને લીધો યુવકનો ભોગ
નડિયાદમાં મિશન બ્રિજ પર એક યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. 16 વર્ષિય યુવક પરીક્ષા આપી ઘરે પરત આવતો હતો, તે દરમિયાન બ્રિજ ઉપરના ટર્ન પાસે પસાર થતા સમયે સામેથી આવતી કારે તેને ટક્કર મારી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદના પવનચક્કી રોડ પર મારૂતિનગરમાં રહેતો અંશ ગોહેલ ધોરણ-11ની પરીક્ષા આપવા માટે સંત અન્ના સ્કૂલે ગયો હતો. જ્યાંથી પેપર આપી ઘરે પરત આવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તે દરમિયાન સવારે સાડા દસ વાગ્યાના અરસામાં તે મિશન બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં મિશન તરફ ઉતરવાના ઢાળ આગળના વળાંક પાસે પહોંચતા સામેથી આવતી ગાડી નં. જી.જે. 07,ડી.ઈ. 1010ના ચાલકે અંશની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેથી એક્ટિવા સાથે અંશ રોડની બાજુના ડિવાઈડર અને સેફ્ટી વોલની વચ્ચે જઈને પછડાયો હતો. અંશને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બનતા જ ત્યાં હાજર લોકોએ 108ને કોલ કર્યો. જેથી 108 સ્થળ પર આવી અંશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અંશનું મૃત્યુ થયુ છે.
આ ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ અંશના પિતા અશ્વિનભાઈ ગોહેલે ઉપરોક્ત કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ડભાણના કારચાલક વિરુદ્ઘ ગુનો નોંધ્યો કરી છે. ત્યારે મિશન ઓવરબ્રિજ પરના શાર્પ ટર્નમાં વધુ એક આશાસ્પદ યુવકનું મોત થયુ છે.
પિતા એક્સ આર્મી મેન અને માતા CHCના વર્કર
મૃતક અંશના પિતા રીટાયર્ડ આર્મી મેન છે. તેમણે આર્મી છોડ્યે સાતેક વર્ષનો સમય થયો છે. તેઓ હાલ કેરીયાવીની બેંક ઓફ બરોડામાં ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અંશના માતા સી.એચ.સી.માં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યુ છે. ઉપરાંત તેના માતા-પિતાના સંતાનમાં અંશ અને તેનાથી નાની ત્રણેક વર્ષની દિકરી છે. પુત્રમાં અંશ એકમાત્ર સંતાન હતો. અંશનું મૃત્યુ થતા પરીવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મોડી સાંજે સાડા છ વાગ્યાના અરસામાં અંશના જ્યાં રહેતો હતો, તે મારૂતિનગરમાં તેની દફનવિધી માટેની તૈયારી ચાલી રહી હતી. જ્યાં હાજર આસપાસના લોકોએ જણાવ્યુ હતુ કે, વર્ષોથી અશ્વિનભાઈનો પરીવાર અહીંયા રહે છે. તેમનો દિકરો અંશ પિતાની જેમ જ સરળ સ્વભાવનો જ હતો. સોસાયટીમાં રહેતો હતો, પરંતુ ક્યારેય તેની કોઈ ફરીયાદ આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..